હિંમતનગર ના રાજપુર થી અમરરાપુર હાથમતી નદી ના કોઝવે પર બે યુવકો તણાયા - At This Time

હિંમતનગર ના રાજપુર થી અમરરાપુર હાથમતી નદી ના કોઝવે પર બે યુવકો તણાયા


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામની હાથમતી નદીમાં ગામના બે યુવકો રાજપુરથી અમરાપુર ને જોડતો રોડ પરથી હાથમતી નદી ના કોઝવે પર હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમના પાની છોડવામાં આવેલા છે
તંત્ર દ્વારા હાઈ એલર્ટ પણ કરવામાં આવેલું છે છતાય બે બાઈક ચાલકો હાથમાંથી નદીમાં તણાયા હતા
રાજપુર ગામના સરપંચ શ્રી વસંતભાઈ ના જણાવ્યા મુજબ હિંમતનગર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી બંને યુવકોને બહાર કઢાયા હતા

બે યુવકો રાજપુર થી અમરાપુર જતા હતા બે યુવકોને હોમગાર્ડ ના જવાન દ્વારા નદીમાં થઈ નહીં જવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં યુવકો માન્ય ન હતા અને નદીમાં એક બાઈક પર બેસવારો સામે કિનારે જવા માટે કોઝવે પર પસાર થતા હતા
ત્યારે નદીના વહેણથી બંને યુવકો તણાયા હતા જોકે બંને યુવકોએ આજુબાજુના ઝાડ પકડી લીધા હતા ત્યારબાદ ગામના સરપંચ અને ગામ લોકોને જાણ થતા હિંમતનગર ફાયર બ્રિગેડ ને તાત્કાલિક બોલાવી લેતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બંને યુવકોને હેમખેમ બહાર કઢાયા હતા
અને મોટી જાનહાની ટળી હતી જોકે મોટરસાયકલ નો કોઈ પત્તો હજુ સુધી જાણવા મળેલ નથી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.