ભાભર પંથક માં આ વર્ષે વરસાદ સતત વરસતા ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે - At This Time

ભાભર પંથક માં આ વર્ષે વરસાદ સતત વરસતા ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે


આષાઢી બીજથી શરૂ થયેલ વરસાદને દોઠ મહિના ઉપરાંત નો સમયગાળો થયો હોવા છતાં વરસાદ વિરામ ના લેતા કેટલાક ગામોમાં નિચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ચોમાસું વાવેતર પણ થઈ શક્યું નથી જે ગામોમાં ના ખેતરોમાં વાવેતર કરવામાં આવ્યું છે તે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખરીફ પાક નિષ્ફળ જવાની શક્યતા છે ત્યારે ભાભર ના સણવા લાડુલા ગામ ના ખેતરો જાણે બેટમા ફેરવાયા તેમ વરસાદી પાણી ભરાઈ ગયા મોંધા ભાવ ના બીયારણ ખેડ દવા ના ખચૅ કરીને વાવણી કરેલ ખેતર માં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો ને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ગત વર્ષ ચોમાસું નબળું હોવાથી પાક નિષ્ફળ ગયો છે જે પશુઓ રાખીને ડેરી માં દુધ ભારાવી ને ગુજરાન ચલાવતા પશુપાલકો ને ગતવર્ષે ધાસચારો મોધો લાવીને પશુઓ નિર નાખતા હતા ઉનાળામાં ફરી ધારચારા ની અછત ઉભી થઈ શકે છે આ વર્ષ વરસાદ વધુ હોવાથી ક્યાંક વાવણી થઈ તો ક્યાંક વાવણી થઈ નથી વાવણી કરેલ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે શિયાળામાં કેનાલોમાં પુરતું પાણી નથી મળતું ખેડૂતો ની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ સરકાર કહે છે ખેડૂતો ની સરકાર ખેડૂતો ની બમણી આવક કરવાની વાતો વચ્ચે ખેડૂતો પીસાઈ રહ્યા પાક વિમો નથી મળતો એક બાજુ મોંધવારી વધી છે તો ખેડૂતો જાય તો જાય ક્યાં ખેડૂતો ની માંગ છે સરકાર સવૅ કરી ને વળતર આપે દેવા માંથી બહાર લાવે તેવી માંગ કરી રહ્યા છે
---------------------
અહેવાલ -પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.