ઉપલેટામાં મહિલાએ હાથ સફાઈ કરી કપડાની કરી ચોરી કરવામાં આવી: ઘટના CCTV માં થઇ કેદ - At This Time

ઉપલેટામાં મહિલાએ હાથ સફાઈ કરી કપડાની કરી ચોરી કરવામાં આવી: ઘટના CCTV માં થઇ કેદ


(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. 26 ઓગસ્ટ ૨૦૨૨, ઉપલેટામાં મહિલાએ હાથ સફાઈ કરી કપડાની ચોરી કરી હોનાની ઘટના સામે આવી છે જેમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલ આ ચોરી કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ છે.

ઉપલેટા શહેરની કટલેરી બજારમાં આવેલ કપડાની દુકાનમાં મહિલાએ ચાલાકીથી કપડાની ચોરી કરી હોવાની ઘટના સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ત્યારે કપડાની દુકાનમાં આવેલ બે મહિલાએ સાથે મળીને એક વ્યાપારીની નજર ચૂકવી કપડાની કરી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોવાનું સામે આવ્યું છે જેથી આ મહિલાઓ કોણ છે અને ક્યાંથી આવી તે અંગેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon