અસામાજીક તત્ત્વો બેસી રહેતા હોવાની લોકોની રજૂઆતને પગલે પેટ્રોલીંગમાં ગયેલી પોલીસ પર હુમલો કરનાર યુવાનની ધરપકડ - At This Time

અસામાજીક તત્ત્વો બેસી રહેતા હોવાની લોકોની રજૂઆતને પગલે પેટ્રોલીંગમાં ગયેલી પોલીસ પર હુમલો કરનાર યુવાનની ધરપકડ


- લીંબાયત આર.ડી.ફાટકની બાજુમાં આવેલી રુદ્ર વિલા સોસાયટીની આજુબાજુ અસામાજીક તત્ત્વો દ્વારા થતી હેરાનગતિથી લોકો ત્રાસી ગયા હતા - પોલીસ સાથે માથાકૂટ કરી યુવાન અને તેના પરિવારે હુમલો કરતા પીએસઆઈને આંગળીમાં ઈજા થઈ હતી સુરત,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર સુરતના લીંબાયત આર.ડી.ફાટકની બાજુમાં આવેલી રુદ્ર વિલા સોસાયટીની આજુબાજુ અસામાજીક તત્ત્વો બેસી રહેતા હોવાની લોકોની રજૂઆતને પગલે પેટ્રોલીંગમાં ગયેલી પોલીસ પર હુમલો કરનાર યુવાનની લીંબાયત પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પોલીસે તેના પિતાની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત આર.ડી.ફાટકની બાજુમાં આવેલી રુદ્ર વિલા સોસાયટીની આજુબાજુ અસામાજીક તત્ત્વો બેસી રહેતા હોવાની લોકોની રજૂઆતને પગલે ગત રવિવારે બપોરે પેટ્રોલીંગમાં ગયેલા લીંબાયત પોલીસના સર્વેલન્સ સ્ટાફ સાથે સ્થાનિક યુવાન વિક્કી ગુલાબ કોળી અને તેના પરિવારજનોએ ઝઘડો કરી હુમલો કરતા પીએસઆઈ સોલંકીને આંગળીમાં ઈજા થઈ હતી. તે દરમિયાન વિક્કી, તેની માતા સહિત ત્રણ ફરાર થઈ ગયા હતા જયારે પોલીસે વિક્કીના પિતા ગુલાબ દેવરામ કોળીની ધરપકડ કરી હતી. આ બનાવમાં લીંબાયત પોલીસે ગતરોજ મજૂરીકામ કરતા વિક્કી ગુલાબ કોળી ( ઉ.વ.21, રહે.પ્લોટ નં.35, રૂદ્ર વિલા સોસાયટી, બજરંગ મંદીરની પાસે, લીંબાયત, સુરત. મુળ રહે.ગોડજ, તા.શિરપુર, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ) ની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.