સુરતના ડીસીપી ઝોન 2 ની ઓફિસના GSWANના આઈડીનો દુરૂપયોગ કરી કોલ રેકોર્ડ ગેરકાયદેસર મેળવવાના પ્રકરણમાં ગુનો નોંધાયો - At This Time

સુરતના ડીસીપી ઝોન 2 ની ઓફિસના GSWANના આઈડીનો દુરૂપયોગ કરી કોલ રેકોર્ડ ગેરકાયદેસર મેળવવાના પ્રકરણમાં ગુનો નોંધાયો


- ડિટેક્ટીવ એજન્સીઓને ગેરકાયદેસર કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના પ્રકરણમાં દિલ્હી પોલીસે સુરત પોલીસના હેડ કોન્સ્ટેબલની ધરપકડ કર્યા બાદ ખુલાસો થયો હતો - અગાઉ ડીસીપીની સ્ક્વોડમાં કોલ ડીટેઇલની જવાબદારી સંભાળતા વિપુલ કોરડીયાએ  ડીસીપીના આઈડીનો ઉપયોગ કરી કોલ ડિટેઈલ કાઢી વેચી હતી : અન્ય એક કોન્સ્ટેબલની પણ સંડોવણી બહાર આવી છે સુરત,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર સુરતના ડીસીપી ઝોન 2 ની ઓફિસના GSWAN ના આઈડીનો દુરૂપયોગ કરી કોલ રેકોર્ડ ગેરકાયદેસર મેળવવાના પ્રકરણમાં ગુનો નોંધાયો છે. ડિટેક્ટીવ એજન્સીઓને ગેરકાયદેસર કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના પ્રકરણમાં દિલ્હી પોલીસે સુરત પોલીસના હેડ કોન્સ્ટેબલની ધરપકડ કર્યા બાદ ખુલાસો થયો હતો કે અગાઉ ડીસીપીની સ્ક્વોડમાં કોલ ડીટેઇલની જવાબદારી સંભાળતા વિપુલ કોરડીયાએ ડીસીપીના આઈડીનો ઉપયોગ કરી કોલ ડિટેઈલ કાઢી વેચી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ દિલ્હી પોલીસે ડિટેક્ટીવ એજન્સીઓને ગેરકાયદેસર કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના રેકેટને ઝડપી પાડી તેમની પુછપરછના આધારે તેમને ગેરકાયદેસર રીતે કોલ ડિટેઈલ કાઢી વેચતા સુરત પોલીસના હેડ કોન્સ્ટેબલ વિપુલ કોરડીયાની પખવાડીયા અગાઉ ધરપકડ કરી હતી.અગાઉ ડીસીપીની સ્ક્વોડમાં કોલ ડીટેઇલની જવાબદારી સંભાળતા વિપુલ કોરડીયા પાસે ડીસીપીના આઈડી પાસવર્ડ હોય તેના આધારે તેણે કોલ ડિટેઈલ કાઢી વેચી હતી.જોકે, તેની બદલી એક ઝોનના ડીસીપીની સ્ક્વોડમાંથી બીજીમાં થઈ ત્યારે તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું.આ પ્રકરણમાં સુરત પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી છે ત્યારે ડીસીપી ઝોન 2 ની ઓફિસના GSWAN ના આઈડીનો દુરૂપયોગ કરી કોલ રેકોર્ડ ગેરકાયદેસર મેળવવાના પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે. સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા ડીસીપી ( ઝોન 2 ) ભાવનાબેન પટેલે ગતરોજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફાલસાવાડી સ્થિત મહિધરપુરા પોલીસ સ્ટેશનની ઉપર આવેલી તેમની કચેરીના GSWAN ઇમેઇલ આઇડીના યુઝરનેમ તથા પાસવર્ડ ગમે તે રીતે મેળવી અથવા હેક કરી તેમની જાણ અને સંમતી વગર ઓપન કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જે તે ટેલીકોમ કંપનીના નોડલ ઓફીસરને કરવામાં આવતા ઇમેઇલમાં ટેક્સ ફોર્મેટમાં એડીટીંગ કરી ઇલેકટ્રોનીક રેકર્ડ સાથે ચેડા કરી ખોટી રીતે દિલ્હીના એક વ્યક્તિ તેમજ અન્યોના મોબાઇલ નંબરોની ખોટી રીતે કોલ ડીટેઇલ્સ મંગાવવામાં આવી હતી. આ અંગેની તપાસ સાયબર ક્રાઈમ શાખાના એસીપીને સોંપાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.