સોમનાથ સ્ટેશનના રિ-ડેવલપમેન્ટના કામને કારણે ટ્રેનો નું સંચાલન વેરાવળથી થશે.
સોમનાથ સ્ટેશનના પુનઃવિકાસનું કામ ચાલુ છે, પુનઃવિકાસના કામને ઝડપી બનાવવા માટે રેલ્વે પ્રશાસન દ્વારા સોમનાથ સ્ટેશન પર જતી તમામ ટ્રેનો ના આગમન/પ્રસ્થાન 01.09.20 22 થી આગામી સૂચના સુધી વેરાવળ સ્ટેશન થી કરવામાં આવશે,
જેના કારણે અમદાવાદથી સોમનાથ આવતી /જતી ટ્રેનોની વિગતો નીચે મુજબ રહેશે,
1. ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી અમદાવાદ અને વેરાવળ વચ્ચે દોડશે.
2. ટ્રેન નંબર 11464/11466 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 31 ઓગસ્ટ 2022 થી જબલપુર અને વેરાવળ વચ્ચે દોડશે,
3. ટ્રેન નંબર 11463/11465 જબલપુર - સોમનાથ - જબલપુર એક્સપ્રેસ ટ્રેન 01 સપ્ટેમ્બર 2022 થી વેરાવળ અને જબલપુર વચ્ચે દોડશે.
ટ્રેનોનાં સંચાલન, સમય, વિરામ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો
www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Report by : - Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.