ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્ક વર્ગ -૩ ના પેપરકાંડના નાસતા – ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્ક વર્ગ -૩ ના પેપરકાંડના નાસતા - ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સા.શ્રી નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ શ્રી . એમ.ડી.ચંપાવત પો.ઇન્સ . એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. હિંમતનગરનાઓ તથા એલ.સી.બી સ્ટાફના માણસો એ.એસ.આઇ.રજુસિંહ તથા અ.હે.કો.ધર્મેન્દ્રસિંહ તથા અ.હે.કો.મો.સલીમ તથા અ.પો.કો.વિરેન્દ્રકુમાર તથા અ.પો.કો.જશુભાઇ તથા અ.પો.કો.ગોપલાભાઇ તથા ડ્રા.પો.કો. ઇન્દ્રજીતસિંહ વિગેરે સ્ટાફના માણસો સાથે સાબરકાંઠા જીલ્લામાં નાસતા - ફરતા આરોપીઓ પકડવાની કામગીરી અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.પો.કો.વિરેન્દ્રકુમાર તથા અ.પો.કો.જશુભાઇ નાઓને સંયુક્ત રીતે માહિતી મળેલ કે , પ્રાંતિજ પો.સ્ટે . પ્રાંતીજ પો.સ્ટે.ના પેપરલીકના ગુન્હાનો આરોપી બાબુભાઇ દલજીભાઇ દેસાઇ રહે.કડીયાદરા તા.ઇડર જી.સાબરકાંઠાવાળો નાસતો - ફરતો છે આધારે સદરી ઇસમની વોચ તપાસમાં હતાં તે દરમ્યાન સદરી ઇસમ કડીયાદરા ગામેથી મળી આવેલ હોય જેને એલ.સી.બી. ઓફિસ લાવી ખરાઇ કરતા- કરાવતાં સદરી ઇસમ બાબુભાઇ દલજીભાઇ દેસાઇ રહે.કડીયાદરા તા.ઇડર જી.સાબરકાંઠા વાળો સદર ગુન્હાના કામે નાસતો - ફરતો હોય અને અગાઉ સેશન્સ કોર્ટ તથા હાઇકોર્ટમાં અલગ અલગ જગ્યાએ આગોતરા જામીન અરજી નામંજૂર થયેલ હતી અને જે હાલ પણ ઉપરોકત ગુન્હાના કામે નાસતો - ફરતો હોય તેની પાસે ધરપકડ ન કરવાના કોઇ દસ્તાવેજ હોય તો રજૂ કરવા માટે જણાવતાં પૂછપરછના અંતે પોતાની પાસે ન હોવાનું જણાવેલ જે બાબતે યોગ્ય ખરાઇ કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૧૧૭૩૫/૨૦૨૧ ઇ.પી.કો. ક .૪૦૬,૪૦૯,૪૨૦,૧૨૦ બી મુજબના ગુન્હાના કામે સી.આર.પી.સી. ક .૪૧ ( ૧ ) આઇ મુજબ ડીટેઇન કરી આગળની કાર્યવાહી સારૂ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે . આમ , પેપરકાંડના ગુન્હામાં નાસતા ફરતા વધુ એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે .
આબીદઅલી ભુરા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.