વડોદરા: આજવા રોડ પર ઢોર પાર્ટી ઉપર હુમલાનો વિડીયો થયો વાયરલ
વડોદરા,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારવડોદરા શહેરના આજવા રોડ ખાતેના ક્રિશ્ના નગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટી ઉપર હુમલો કરી ગાય છોડાવી જનાર દાતરડા અને લાકડી સાથે ઘસી આવેલી ચાર અજાણી પશુપાલક મહિલાઓ વિરુદ્ધ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. હવે વિડીયો પુરાવા સામે આવતા પોલીસ સાંજ સુધીમાં આરોપીઓને જેલ ભેગા કરશે તેવી શક્યતા છે. દબાણ શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ગઈકાલે રખડતા ઢોર પકડવા અંગેની આજવારોડ કૃષ્ણનગર ખાતે કામગીરી કરી રહ્યા હતા. તે સમયે ઢોર પાર્ટીના માણસોએ રસ્તા પર રખડતી ગાયને પકડતા ત્રણથી ચાર પશુપાલક મહિલાઓ હાથમાં દાતરડા અને લાકડી સાથે ઘસી આવી હતી. તેમની સાથે રહેલા અન્ય લોકોએ પણ પોલીસ કર્મી સાથે ઝઘડો કર્યો હતો. અને અપશબ્દો બોલી, સરકારી કામગીરીમાં રોકાવટ કરી ગાય છોડાવી ગયા હતા. ફરિયાદના આધારે બાપોદ પોલીસે ચાર અજાણી મહિલાઓ વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. હવે કોર્પોરેશન દ્વારા બનાવ સ્થળે થયેલી ઝપાઝપીના વિડીયો પુરાવા બાપોદ પીઆઇને સોંપવામાં આવ્યા છે. જેના આધારે હુમલા કોરોની ઓળખ થતા સાંજ સુધીમાં આરોપીઓની અટકાયતના અહેવાલ છે. અગાઉ કોર્પોરેશને ફરિયાદ કરવાનું ટાળતા હિંમત વધી 20 મેં ના રોજ વડોદરા કોર્પોરેશનના દબાણ શાખા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 16માં વાસ તળાવ આસપાસ ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવાની અને ગાયો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મકાન પાસે બાંધેલી ગાયો કોર્પોરેશનના કર્મચારીઓએ પકડતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. અને દબાણ અધિકારી મંગેશ જયસ્વાલ ઉપર પાવડો ઉગામ્યો હતો. જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. બનાવની ગંભીરતાને નજર અંદાજ કરી પાલિકાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.વધુ વાંચો : અમદાવાદમાં 3 દિવસ સતત 24 કલાક ઢોર પકડવાનું કામ કરો: HCએ લીધો AMCનો ઉઘડો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.