સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે નવા ૩,૭૦૧ મતદારો ઉમેરાયા - At This Time

સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે નવા ૩,૭૦૧ મતદારો ઉમેરાયા


સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે નવા ૩,૭૦૧ મતદારો ઉમેરાયા

સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે નવા ૩,૭૦૧ મતદારો ઉમેરાયા

ભારતના ચુંટણી પંચ દ્રારા મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરાવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૨૧ ઓગસ્ટના રવિવારના રોજ નવા ૩૭૦૧ મતદારોનો ઉમેરો થયો હતો.
તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨થી આરંભાયેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યકમ અનવ્યે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૨(રવિવાર), તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૨(રવિવાર), તા. ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૨(શનિવાર) તથા તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨(રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નકકી કરવામાં આવેલ છે.
મતદાર યાદીમાં તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનુ નામ નોંધાવવા માટે નમુનો—૬માં અત્યાર સુધી ૩૮૯૩ અરજીઓ, ૬(ખ) ૭૧૫૬,નમુનો-૭ ૫૫૦, મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુનો-૮ ૧૨૧૫ અને એક જ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમૂનો- ૮કમાં રજુ કરવાનુ રહેશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ ૧૨,૮૧૪ અરજી મળી છે.
ઉપર્યુકત નમુના કલેકટર કચેરી, મતદાર નોંધણી અધિકારી/ મદદનીશ મતદારનોંધણી અધિકારીની કચેરી, પ્રાંત/ મામલદારની કચેરી તેમજ બુથ લેવલ ઓફીસર પાસેથી વિના મૂલ્યે મેળવી શકાશે. આ નમૂનો ભરીને જરૂરી પુરાવા સાથે ત્યાં જ આપી શકાશે.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.