ભાજપમાં જોડાવા અમારા ચાર ધારાસભ્યોને રૃ. ૨૦-૨૦ કરોડની ઓફર ઃ આપ - At This Time

ભાજપમાં જોડાવા અમારા ચાર ધારાસભ્યોને રૃ. ૨૦-૨૦ કરોડની ઓફર ઃ આપ


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૪આમ આદમી પાર્ટીએ આજે દાવો કર્યો હતો કે ભાજપે તેના ચાર
ધારાસભ્યોનો સંપર્ક કરી  તેમને પક્ષ બદલવા
માટે ૨૦ કરોડ-૨૦ કરોડ રૃપિયાની ઓફર કરી હતી અને સાથે સાથે ધમકી આપી હતી કે જો તેઓ
પક્ષ નહીં બદલે તેમની સામે સીબીઆઇ અને ઇડી દ્વારા ખોટા કેસો દાખલ કરવામાં આવશે.આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન મોદી
દિલ્હીનીઆપ સરકારને ઉથલાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.ભાજપે આ આક્ષેપોને ફગાવી
દીધા છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું છે કે આપના ધારાસભ્યોને અમે તો આવી
કોઇ ઓફર કરી નથી પણ તેમને દારૃના માફિયાઓ દ્વારા આવી ઓફર ચોક્કસ મળી હશે.તેઓ
દારૃના માફિયાઓના નામ નામ કેમ જાહેર કરતા નથી?ેપત્રકાર પરિષદને સંબોધતા આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને
રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ અમારા ચાર ધારાસભ્યો
અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી અને
કુલદીપ કુમારનો સંપર્ક સાધ્યો હતો. આ ચાર ધારાસભ્યોના ભાજપના આ નેતાઓ સાથે
મૈત્રીભર્યા સંબધો હતાં. દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ
કેજરીવાલે આ સંબધમાં ટ્વિટર પર જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબત છે. સ્થિતિની
સમીક્ષા કરવા માટે તેમના નિવાસ સ્થાને ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી.સિંહે જણાવ્યું હતું કે ચારેય ધારાસભ્યા પૈકી દરેકને ભાજપમાં
જોડાવવા માટે ૨૦-૨૦ કરોડ રૃપિયાની ઓફર કરવામાં આવી હતી. અને જો તેઓ પોતાની સાથે અન્ય
ધારાસભ્યને પણ ખેંચી લાવે તો વધુ ૨૫ કરોડ રૃપિયાની ઓફર કરવામાં આવી હતી.     

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.