Ph.D પ્રવેશ પરીક્ષા હવે ૬ઠ્ઠીએ ૩૨૦૦થી વધુ વિદ્યાર્થી નોંધાયા
અમદાવાદગુજરાત યુનિવર્સિટી
પીએચડી પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર કરીને નવો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ
પ્રવેશ પરીક્ષા ૩૦મીને બદલે હવે છઠ્ઠી સપ્ટેમ્બરે લેવાશે.પીએચડી પ્રવેશ માટે આ વર્ષે
૩૨૦૦થી વધુ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયુ છે.ગુજરાત યુનિ.દ્વારા
અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ૩૦મીએ પીએચડી પ્રવેશ પરીક્ષા લેવાનાર હતી પરંતુ
યુનિ.દ્વારા રજિસ્ટ્રેશન મુદત વધારીને ૨૩મી સુધી કરવામા આવી હતી.જેથી પ્રવેશ પરીક્ષા
પણ પાછી ઠેલવામા આવી છે.જે મુજબ હવે છટ્વીએ
બપોરે ૧૨થી ૨ દરમિયાન પ્રવેશ પરીક્ષા લેવાશે. આર્ટસ,કોમર્સ, સાયન્સ,મેડિકલ સહિતની વિવિધ ફેકલ્ટીના ૭૦ જેટલા વિષયોમાં
પ્રવેશ પરીક્ષા થશે. ૨૯મીએ
પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર થશે.૫મી સપ્ટેમ્બરે પરીક્ષાની હૉલ ટીકિટ
જાહેર થશે.૭મીએ વેબસાઈટ પર આન્સર કી જાહેર
કરાશે. પરીક્ષાના પરિણામની તારીખ પછીથી જાહેર થશે. ગત વર્ષ કરતા આ વર્ષે
રજિસ્ટ્રેશન ઘટયુ છે.ગત વર્ષે ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ
હતુ.જો કે યુનિ.માં વિવિધ ભવનોમાં-વિવિધ વિષયોની ૭૦૦ જેટલી બેઠકો સામે ૩૨૦૦થી વધુ
વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે.નેટ-સ્લેટ પાસ વિદ્યાર્થીઓને પ્રવેશ
પરીક્ષામાંથી નિયમ મુજબ મુક્તિ મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.