લેપટોપ, ટીવી, ફ્રીઝ, બીસ્‍કિટ સહિતના રોજીંદા સામાનના ભાવોમાં ૨૦ ટકા જેટલો ઘટાડો - At This Time

લેપટોપ, ટીવી, ફ્રીઝ, બીસ્‍કિટ સહિતના રોજીંદા સામાનના ભાવોમાં ૨૦ ટકા જેટલો ઘટાડો


છેલ્લા થોડા સપ્‍તાહમાં કોમોડીટીઝના ભાવોમાં નરમાશ આવી છે. તેના લીધે રોજીંદા સામાન બનાવતી એફએમસીજી અને ટીવી ફ્રીઝ જેવો સામાન બનાવતી કન્‍ઝયુમર કયુરેબલ કંપનીઓએ ઉત્‍પાદન ખર્ચ ઘટવાનો લાભ ગ્રાહકોને આપવાનુ શરૂ કર્યુ છે. આગામી તહેવારોની સીઝનને ધ્‍યાનમાં રાખીને મોબાઇલ, ટીવી, લેપટોપ, એપેરલ અને રોજીંદી જરૂરીયાતના સામાન પર ડીસ્‍કાઉન્‍ટ આપવાનું શરૂ કરી દીધુ છે.
સેમસંગ, એલજી અને સોની જેવી કંપનીઓએ ટીવીની કિંમતોમાં ૫ થી ૮ ટકાનો કાપ મૂકયો છે તો ફ્રીઝ અને વોશીંગ મશીન પર પ થી ૧૦ ટકા ડીસ્‍કાઉન્‍ટ આપી રહી છે. આવી જ રીતે મીડલ અને પ્રીમીયમ રેન્‍જના લેપટોપ પર ૨૦૦૦ રૂપિયા સુધીનું ડીસ્‍કાઉન્‍ટ મળી રહ્યું છે.
સ્‍માર્ટ ફોન પર કંપનીઓ ૪-૫ ટકાની છૂટ આપી રહી છે. ભારતમાં છેલ્લા ૨-૩ મહિનામાં ઇલેકટ્રોનીક કોમ્‍પોન્‍ટન્‍ટની સાથે સેમી કંડકટર ચીપના ભાવોમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. જેથી તેનો લાભ કંપનીઓ ગ્રાહકોને આપી રહી છે. તો બીજી તરફ ખાદ્ય તેલના ભાવો ૧૫ થી ૨૦ ટકા જેટલા ઘટવાના કારણે કંપનીઓએ બીસ્‍કિટના ભાવો પણ ૧૦ થી ૧૫ ટકા ઘટાડયા છે.
અનસોલ્‍ડ ઇન્‍વેસ્‍ટરીના દબાણ ઉપરાંત ઇન્‍પુટ કોસ્‍ટ ઘટવાથી કંપનીઓએ એન્‍ટ્રી લેવલ ઇલેકટ્રોનીકસ ઉત્‍પાદનોના ભાવ ઘટાડયા છે અને તેના પર ડીસ્‍કાઉન્‍ટ આપવાનુ શરૂ કર્યુ છે. કંપનીઓને આશા છે કે ડીસ્‍કાઉન્‍ટના કારણે તહેવારોની સીઝનમાં તેમનુ વેચાણ વધશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.