ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા 3 યુવાનોનાં મોત - At This Time

ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા 3 યુવાનોનાં મોત


- લખતર-વિરમગામ હાઈવે ઉપર કડુ ગામ પાસે ગમખ્વાર અકસ્માત- હાઇવે પર ટ્રાફિક જામ થઇ જતા વાહનચાલકો અટવાયા :  અકસ્માતનો ભોગ બનેલા પરપ્રાંતિય યુવાનો કડુ નજીક આવેલી ખાનગી કંપનીમાં કામ કરતાસુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઈવે ઉપર અવાર-નવાર ગમખ્વાર અકસ્માતોના બનાવ બને છે. આ રોડ ઉપર કડુ ગામ પાસે વધુ એક જીવલેણ અકસ્માતના સર્જાયો હતો. તેમાં રોડ ઉપર બંધ પડેલી આઈશર ટ્રક પાછળ બાઈક ઘુસી જતા ત્રણ પરપ્રાંતિય યુવાનોનાં મોત થયા હોવાનો અરેરાટીભર્યો બનાવ બન્યો હતો.આ અંગેની વધુ વિગત એવી છેકે, લખતર-વિરમગામ હાઈવે ઉપર કડુ ગામ પાસે ગેથળા હનુમાનજી મંદિર નજીક બંધ હાલતમાં આઈશર ટ્રક ઉભો હતો. ત્યારે સામેથી આવતા વાહનની લાઈટથી બાઈકચાલક અંજાઈ જતા, આઈશર ટ્રકની પાછળના ભાગે બાઈક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પરપ્રાંતિય યુવાનો છતીસગઢનાં નયાપરા ગામનાં ૨૩ વર્ષનાં અર્જુનભાઈ ઈતવારી ધૃ્રવ, ૨૮ વર્ષ મનહરણ આધુનું યાદવ અને છતીસગઢના મડવા ગામનાં ઓમપ્રકાશ સાખીરામ ડડસેના નામના ત્રણેય યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજા થતા ત્રણેય યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. રવિવારે રાત્રેં દસ વાગ્યા આસપાસ બનેલા આ બનાવથી અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. અકસ્માતની જાણ થતા લખતર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આજુબાજુનાં લોકો પણ દોડી આવ્યા હતા. ત્રણેય મૃતક યુવાનોની લાશનો કબજો મેળવી પોલીસે લખતર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી અને અકસ્માતને પગલે હાઈવે પર થયેલ ટ્રાફીક જામને ક્લીયર કરાવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય પરપ્રાંતિય  યુવાનો કડુ નજીક આવેલી ખાનગી કંપનીમાં મજુરી કામ કરતા હોવાનું જાણવા મળે છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનોનાં નામ૧. અર્જુનભાઈ ઈતવારી ધૃ્રવે-ઉ.વ.૨૩, (ગામ નયાપરા,જી-કબીરધામ, છત્તીસગઢ), ૨. મનહરણ આધુનું યાદવ-ઉ.વ.૨૩, (ગામ- નયાપરા,જી-કબીરધામ, છત્તીસગઢ), ૩. ઓમપ્રકાશ સાખીરામ ડડસેના-ઉ.વ.૨૮, (ગામ-મંડવા, જી-મટીયા, છત્તીસગઢ)રોડની કામગીરી ચાલતી હોવા છતાં સાઈન બોર્ડ મુકવામાં આવ્યા ન હતાસુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઈવે રોડની કામગીરી ઘણા સમયથી ગોકળગાયની ગતિએ ચાલી રહી હોવાથી અવારનવાર અકસ્માતનાં બનાવો બને છે. રોડ પહોળો કરવાની કામગીરી દરમ્યાન રોડની નીચેની સાઈડની કડ નહી દેખાતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. તેમજ રોડ પર ક્યાંય સાઈનબોર્ડ (સૂચના દર્શાવતા બોર્ડ) પણ મુકવામાં આવ્યા ન હોવાથી તેજ ઝડપે જતા વાહનચાલકો અકસ્મતનો ભોગ બની રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.