મેટોડા જીઆઈડીસીમાં આદિવાસી યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું
રાજકોટ તા.22 : મેટોડા જીઆઈડીસી ગેટ નં.3માં આરપીએચ કંપની કોલોનીમાં રહેતા વિરેનભાઈ બાબુભાઈ પરમાર (ઉ.વ.20) ગઈ તા.20ના પોતાના રૂમમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી જે બાદ બેભાન થઈ ઢળી પડતાં સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતક મુળ સાબરકાંઠાનો રહેવાસી છે અને ઘણા સમયથી તે મેટોડામાં રહી મજુરીકામ કરતો હતો અને આંચકીની બિમારીથી પીડાતા હોઈ જેમની સારવાર પણ ચાલુ હતી જેમનાથી કંટાળી અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમીક તારણ બહાર આવ્યું છે. મૃતક પાંચ ભાઈ-બહેનમાં વચેટ હતો જેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.