વીઝાની રાહ જોઈને કંટાળેલા યુવાને કરી આત્મહત્યા, તેના બીજા જ દિવસે ઘરે પહોંચ્યા વીઝા
- કુરુક્ષેત્રના ઝાંસા ગામનો વિકેશ સૈની વધુ અભ્યાસ માટે કેનેડા જવા માંગતો હતોકુરુક્ષેત્ર, તા. 21 ઓગષ્ટ 2022, રવિવારહરિયાણાના કુરુક્ષેત્રમાં 23 વર્ષીય એક યુવાને કેનેડાના વીઝા મેળવવામાં કથિત વિલંબ થવાના કારણે નારાજ થઈને નરવાના શાખા નહેરમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે શનિવારે આ જાણકારી આપતા જણાવ્યું કે, યુવકની આત્મહત્યા કર્યાના એક દિવસ બાદ તેમના વીઝા તેમના ઘરે પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે યુવકની લાશ કેનાલમાં તરતી મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કુરુક્ષેત્રના ઝાંસા ગામનો વિકેશ સૈની વધુ અભ્યાસ માટે કેનેડા જવા માંગતો હતો. વિકેશે હાલમાં જ તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.પોલીસે જણાવ્યું કે, વિકેશ કેનેડાના વીઝા ન મળવાથી પરેશાન હતો. ઝાંસાના પોલીસ સ્ટેશન પ્રભારી રાજપાલ સિંહે જણાવ્યું કે, વિકેશ 17 ઓગષ્ટના રોજ રાત્રે પોતાના ઘરેથી નીકળ્યો હતો.સેનીના પરિવારના સદસ્યો અને પોલીસે આગલા દિવસે તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી. તેમના પરિવારજનોને તેમની મોટરસાઈકલ અને ચંપલ નહેરના કિનારે મળી આવી હતી. શનિવારે પોસ્ટમોર્ટમ બાદ વિકેશનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.