રીએક્ટર સાથેના વિકરાળ વાહનો થરાદની મુખ્ય નર્મદા કેનાલ પરના બ્રિજ ઉપરથી પસાર, તંત્રએ લીધો રાહતનો શ્વાસ - At This Time

રીએક્ટર સાથેના વિકરાળ વાહનો થરાદની મુખ્ય નર્મદા કેનાલ પરના બ્રિજ ઉપરથી પસાર, તંત્રએ લીધો રાહતનો શ્વાસ


થરાદ તા. 21 ઓગષ્ટ 2022, રવિવાર20 દિવસની ભારે જહમત બાદ થરાદની મુખ્ય નર્મદા કેનાલ ઉપર હંગામી બનાવેલા નવા લોખંડના બ્રિજ ઉપરથી આજે બે ભારે વાહન પસાર કરાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ વાહનો પસાર થતા આતુરતાનો અંત આવ્યો છે. ડિસેમ્બર 2021માં ડિસેમ્બર 2021માં દહેજથી મહાકાય રિએક્ટરો રોડ માર્ગે રાજસ્થાનના પંચપદ્રા રિફાઇનરી માટે નીકળ્યા હતા.બંને ભારે વાહનો નર્મદાની મુખ્ય કેનાલમાં દૂધ શીતલ કેન્દ્ર પાસે કેનાલ પરના લોખંડના બ્રીજ પસાર થયા ત્યારે તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 7 મહિના અગાઉ મુન્દ્રાથી બાય રોડ બે રિએક્ટરને રવાના કરવામાં આવ્યા હતા. 200 કિલોમીટરમાં 28 બાયપાસ રોડ બનાવી રિએક્ટરને થરાદ લવાયા હતા. વધુ વાંચો: રીફાઈનરીના વિકરાળ રીએક્ટર થરાદ પાસે અટકી પડ્યા500 માણસોની ટીમ સાથે બે રિએક્ટરોને નર્મદાની મુખ્ય કેનાલ પરથી પસાર કરાયા. નર્મદાની મુખ્ય કેનાલ પરથી રિએક્ટરો પસાર કરવા માટે અંદાજિત 3 કરોડના ખર્ચે હંગામી બ્રીજ બનાવવામાં આવ્યો હતો. એક રિએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન છે. દહેજ થી એચપીસીએલ કંપનીની રિફાઇનરી માટે મેઘા રિએક્ટર બનાવાય છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.