ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કરશે જાહેર.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા સક્રિય થશે. પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. વિધાનસભા ચૂંટણી પહેલા બાપુ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવશે. થોડા દિવસોમાં જ શકરસિંહ વાઘેલા પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. 2017 વિધાનસભા ચૂંટણીમાં પણ બાપુ જન વિકલ્પ ના નામે પાર્ટી ઉભી કરી હતી. હવે ફરી એક વખત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને શકરસિંહ વાઘેલા આવશે... વાઘેલાએ કહ્યું કે ગુજરાતમાં દંભ ની દારૂ બધી છે તેની પાર્ટી નો ચૂંટણી એજન્ડા ગુજરાતમાં દારૂ બધી હળવી કરવાનો રહેશે.....શંકરસિંહની પાર્ટીના મુદ્દા પણ જાહેર થયા છે. તે પ્રમાણે વાર્ષિક 12 લાખ સુધીની આવક ઘરાવતા પરિવારને વાર્ષિક 12 લાખનું આરોગ્ય કવચ મળશે. 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકોને ગ્રેજ્યુએશન સુધી વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. તો બેરોજગાર યુવાનોને રોજગાર અને બેરોજગારી ભથ્થાની પણ જાહેરાત કરવામાં આવશે...જો કે મહત્વની વાત એ છે કે બાપુની આ નવી પાર્ટી કોને ફાયદો કરાવશે અને કોને નુકશાન તે ચૂટણી ના પરીણામો બતાવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.