પાંચ વર્ષની બાળકીને લઈ વડોદની ઝાડીમાં લઈ જઈ આધેડ અડપલાં કરવા લાગ્યો
- સોસાયટીમાં રહેતો લંપટ ઘરના આંગણે રમતી બાળકીને ફરવા જવાના બહાને બાઈક પર બેસાડી ગયો- ઝાડીમાં મુખમૈથુન માટે દબાણ કરતો હતો ત્યારે પસાર થતી મહિલા કોન્સ્ટેબલની નજર પડી સુરત, : સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત ગુરુવારે સાંજે ઘરના આંગણામાં રમતી બાળકીને સોસાયટીમાં જ રહેતો આધેડ ફરવા જવાના બહાને બાઈક પર બેસાડીને લઈ ગયો હતો અને બાદમાં વડોદ ખાતે ઝાડી ઝાંખરામાં લઈ જઈ બાળકીને ગુપ્તાંગ હાથમાં આપી મુખ મૈથુન કરવા દબાણ કરતો હતો ત્યારે જ પસાર થતી મહિલા કોન્સ્ટેબલની નજર પડતા બાળા પીંખાતા બચી ગઈ હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી ગત ગુરુવારે સાંજે પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે સોસાયટીમાં જ રહેતો પ્રમોદસિંગ રામબચ્ચનસિંગ રાજપુત ( ઉ.વ.45 ) તેની પાસે આવ્યો હતો અને બાળકીને ફરવા લઇ જવાની લાલચ આપી બાઇક પર બેસાડી સચીન વિસ્તારમાં ફરવા લઇ ગયો હતો. જોકે, ત્યાંથી ઘરે પરત ફરતી વેળા તે બાળકીને વડોદ પ્રાઈમ પોઇન્ટ પાસે ઝાડી ઝાંખરામાં લઇ ગયો હતો અને ત્યાં પોતાના કપડાં કાઢી ગુપ્તાંગ બાળકીના હાથમાં આપી મુખ મૈથુન કરવા દબાણ કરતો હતો. તે સમયે જ ત્યાંથી મોપેડ પર પસાર થતા સચીન જીઆઈડીસી પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ સુહાની વસાવાએ ઝાડી ઝાંખરામાં પ્રમોદસિંગને બાળકી સાથે ઉભેલો જોતા શંકા ગઈ હતી.આથી તેણે ત્યાં જઈ જોયું તો પ્રમોદસિંગ પેન્ટ ખુલ્લો રાખી ઉભો હતો અને બાળકી ગભરાયેલી હતી.આથી તેણે બાળકીને પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવતા મહિલા કોન્સ્ટેબલે તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી પીસીઆર વાન બોલાવી લીધી હતી અને પ્રમોદસિંગને પાંડેસરા પોલીસને હવાલે કર્યો હતો. પાંડેસરા પોલીસે બાળકીના માતા-પિતાનો સંપર્ક કરી તેમને પોલીસ મથકે બોલાવી બાદમાં નરાધમ પ્રમોદસિંગ વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.