વડોદરા સાવલીના મોક્સી ગામમાં થી ફેક્ટરી ની આડમાં બનતો ૨૨૫ કિલો M.D ડ્રગ્સનો જથ્થો ગુજરાત A.T.S ટીમે પકડ્યો.
ગુજરાત એ.ટી.એસ.ના DIG શ્રી દીપેન ભદ્રન નાઓને એ.સી.પી. ક્રાઇમ બ્રાંચ સુરત શહેર શ્રી બી.પી. રોજીયા નાઓએ બાતમી હકિકત આપેલ હતી કે, “મહેશ ધોરાજી તથા દિનેશ જામનગર નામના માણસો બરોડા અને આણંદ ની વચ્ચે કોઇ ફેકટરીમા ગે.કા.માદક પદાર્થ M.D મેફેડ્રોન બનાવી વેચાણ કરે છે,
જે આધારે DIG શ્રી દીપન ભદ્રન નાઓની સૂચના અનુસાર ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.કે.પટેલ તથા પો.ઇન્સ. શ્રી જે.એમ. પટેલ તથા પો.ઇન્સ. બી.એચ.કોરોટ તથા અન્ય પોલીસ અધિકારી શ્રી ઓની ટીમ દ્વારા ઉપરોક્ત બાતમી હકીકત અંગે ખાનગી રાહે તપાસ કરી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી s/૦ ગોપાલભાઇ વૈષ્ણવ સુરત વરાછા તથા તેના ભાગીદાર પિયુશભાઇ પટેલ રહે. વડોદરા નાઓને શોધી કાઢી તેઓની પુછપરછ કરતા જાણવા મળેલ કે, તેઓ
૧ રાકેશ નરસિંહભાઇ
મકાની ,વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખાના ભાગીદાર,
૨ વિજય ઓધવજી
વસોયા ,વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી.ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખાના ભાગીદાર
૩ દિલીપ લાલજીભાઇ વઘાસીયા
રહે. અંકલેશ્વર, ભરૂચ નાઓ મારફતે મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરાવેલ છે અને હાલમા તેઓની વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની મોક્સી ગામની સીમમા આવેલ સર્વે નંબર ૩૦૭ ની જમીનમાં આવેલ નેક્ટર કેમ નામની ફેક્ટરીમા મેફેડ્રોનનો જથ્થો પડેલ છે,
જે માહીતી આધારે એ.ટી.એસ.ના અધીકારી ઓએ તથા કર્મચારીઓ તથા વડોદરા જિલ્લા એસ.ઓ.જી ના અધિકારી તથા કર્મચારીઓ એ મોક્સી ગામ ખાતે નેક્ટર કેમ નામની ફેક્ટરીમા રેડ તા.16/08/2022ના રોજ રેડ કરી સર્ચ-ઓપરેશન હાથ ધરતા ફેક્ટરીમાં થી મીણીયાની થેલીઓ નંગ-૧૨માં ભરેલ કુલ 225.053 કિલોગ્રામ મેફેડ્રોન (M.D.) અંદાજે કિં રૂ. 1125.265 કરોડનો તથા મેફેડ્રોનના વેચાણમાંથી મેળવેલ રોકડ નાણા રૂ. 14,00,000/- મળી આવતા કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ એ.ટી.એસ. પો.સ્ટે.મા
ગુનો દાખલ કરેલ અને આ ગુનાની તપાસ દરમ્યાન પકડાયેલ બન્ને આરોપીઓની પુછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે તેઓના મેફેડ્રોનના ધંધામાં
(૧) રાકેશ નરસિંહભાઇ મકાની વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખાના ભાગીદાર , (૨) વિજય ઓધવજી વસોયા , વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખાના ભાગીદાર (૩) દિલીપ લાલજીભાઇ વઘાસીયા રહે. અંકલેશ્વર,ભરૂચ નાઓ ભાગીદાર છે અને આ મેફેડ્રોન લીક્વીડ ફોર્મમા વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખા ખાતે તૈયાર કરી તેને મોક્સી ગામ ખાતેની ફેક્ટરીમા લાવી તેને સુકવી તેને પ્રોસેસ કરી ચોખ્ખો ડ્રગ્સ મેફેડ્રોન એમ.ડી. તૈયાર કરતા હતા અને દિનેશ આલાભાઇ ધ્રુવ રહે. જામનગર તથા ઇબ્રાહિમ હુસેન ઓડીયા રહે. મુંબઇ. તથા તેના દિકરા બાબા ઇબ્રાહિમ ઓડીયા તથા રાજસ્થાનના એક માણસને આપેલ છે,
પકડાયેલ આરોપી દિનેશ આલાભાઇ ધ્રુવની આ અગાઉ 1994માં જેતપુર એન.ડી.પી.એસ. કેસમાં ધરપકડ થયેલ અને તે ૧૨ વર્ષની સજા થયેલ છે તેમજ પકડાયેલ આરોપી મહેશ ઉર્ફે મહેશ ધોરાજી s/o ગોપાલભાઇ વૈષ્ણવ ની આ અગાઉ 1998માં ભાવનગર કસ્ટમના એન.ડી.પી.એસ. કેસમાં ધરપકડ થયેલ અને તે ૦૭ વર્ષ સુધી જેલમાં સજા ભોગવેલ છે,
ઉપરોક્ત સર્ચ ઓપરેશન દરમ્યાન માહિતીની ખરાઈ કરવા તથા આરોપીઓને પકડવા S.O.G જૂનાગઢ, S.O.G જામનગર, S.O.G સુરત સીટી, S.O.G વડોદરા સીટી તથા S.O.G વડોદરા ગ્રામ્યની ટીમે ગુજરાત એ.ટી.એસ. સાથે સંકલનમાં રહી મહત્વનો ભાગ ભજવેલ છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.