રાજકોટ શહેર મહાનગરપાલિકા ફ્રુટ વિભાગ દ્વારા લોકમેળામાં ચકાસણી હાથ ધરવામાં આવેલ.
રાજકોટ શહેર તા.૧૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા યોજવામાં આવેલ લોકમેળામાં ફૂડ સેફ્ટિ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કુલ-૬૫ ફૂડ બિઝનેસ ઓપરેટર ને ટેમ્પરરી ફૂડ લાઈસન્સ ઈસ્યુ કરવામાં આવેલ તેમજ આજરોજ કુલ-૩૫ સ્ટોલની ચકાસણી કરવામાં આવેલ. ૭૮ કિલો જેટલો વાસી અખાદ્ય ફૂડનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટિ ઓન વ્હિલસ વાન ટેસ્ટિંગ કિટ મારફતે તળવા માટે વપરાતા ખાધતેલની TPC વેલ્યુ ની ચકાસણી હાથ ધરવામાં આવેલ. કુલ-૧૩ ફૂડ બિઝનેસ ઓપરેટરને અન હાઇજીનીક કંડીશન અંગે નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.