શુગર લેવલ વધતાની સાથે જ પગમાં દેખાય છે આ લક્ષણો, જોજો..નહિં તો થશે ગેંગરીન
ડાયાબિટીસ એક ક્રોનિક ડિસિઝ છે જે જીંદગીભર રહે છે. ડાયાબિટીસ રોગ દર્દીને મટતો નથી. આ રોગની દવા તમે જીવો ત્યાં સુધી લેવી પડે છે. આજના આ સમયમાં નાના બાળકોને પણ ડાયાબિટીસ થતો હોય છે. ઘણાં બધા નાના બાળકોને ઇન્સ્યુલિન પણ લેવા પડતા હોય છે. ડાયાબિટીસની સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઇ વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘણું વધી જાય. સામાન્ય રીતે ડાયાબિટીસ બે રીતે થાય છે...ટાઇપ 1 અને ટાઇપ 2..આમ, તમને જણાવી દઇએ કે ડાયાબિટીસને કારણે વ્યક્તિને પગમાં અનેક રીતનો સામનો કરવો પડે છે, જેમાં ડાયાબિટીક ન્યૂરોપેથી અને પેરીફેરલ ધમની રોગ.
પગમાં અલ્સર
ડાયાબિટીક ફુટ અલ્સર એક ધાવ હોય છે જે ડાયાબિટીસના 15 ટકા દર્દીઓને આનો સામનો કરવો પડે છે. આ મુખ્ય રૂપથી પગના તળિયામાં થાય છે. સામાન્ય રીતે પગમાં અલ્સર થવાને કારણે સ્કિન ખરાબ થઇ જાય છે, પરંતુ આના ગંભીર કિસ્સાઓમાં શરીરના એ ભાગને કાપવાની જરૂરિયાત પડતી નથી.
એથલીટ ફુટ
ડાયાબિટીસને કારણે નસોને ડેમેજ થવાથી એથલીટ ફુટ સહિત અનેક તકલીફો વધી શકે છે. એથલીટ ફુટ એક ફંગલ ઇન્ફેક્શન છે જેના કારણે પગમાં ખંજવાળ, પગમાં રેડનેસ અને ક્રેક પડવાની સમસ્યા વધી જાય છે. આ એક તમારા પગને પ્રભાવિત કરી શકે છે.
ગાંઠ થવી અથવા તો કોર્ન્સ અને કોલસ
ડાયાબિટીસને કારણે કોર્ન્સ અને કોલસની સમસ્યાનો સામનો કરવો પડે છે. કોર્ન્સ અથવા કોલ્સ ત્યારે થાય છે જ્યારે સ્કિન પર મોટા-મોટા ચીરા પડવા લાગે છે અને સાથે દુખાવો સખત થાય છે.
પગના નખમાં ફંગલ ઇન્ફેક્શન
ડાયાબિટીસના દર્દીઓને નખમાં ફંગલ ઇન્ફેક્શનનો ખતરો સૌથી વધારે હોય છે. આને ઓનિકોમાઇકોસિસ નામથી ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે અંગૂઠાના નખને પ્રભાવિત કરે છે. આ સમસ્યાને કારણે નખનો રંગ બદલવા લાગે છે અને નખ ઘણાં મોટા થઇ જાય છે અને તૂટવા લાગે છે. જો કે ઘણી વાર નખમાં ઇજા થવાને કારણે ફંગલ ઇન્ફેક્શન પણ થઇ શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.