તળાજા તાલુકાના દિહોર ગામ નજીક જુગાર રમી રહેલા 13 ઈસમો ને અડધા લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી લેતી તળાજા પોલીસ શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%a4%e0%aa%b3%e0%aa%be%e0%aa%9c%e0%aa%be-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b9%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae/" left="-10"]

તળાજા તાલુકાના દિહોર ગામ નજીક જુગાર રમી રહેલા 13 ઈસમો ને અડધા લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી લેતી તળાજા પોલીસ શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ


તળાજા તાલુકાના દિહોર ગામ નજીક જુગાર રમી રહેલા 13 ઈસમો ને અડધા લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી લેતી તળાજા પોલીસ

શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે તળાજા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ચૌધરી ની સૂચના અને માર્ગદર્શન મુજબ તળાજા પોલીસ મથકના હેડ કોસ્ટેબલ સીએસ મેર. તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બારૈયા તેમજ પોલીસ કોસ્ટેબલ યોગરાજ સિંહ વાળા. કરસનભાઈ ચોસલા. રવિરાજસિંહ ગોહિલ. કે કે ગોહિલ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દીહોર ગામથી લાકડીયા રોડ પર આવેલ ટીણુંભા અનિરુદ્ધ સિંહની વાડીમાં બનાવેલ પતરા ના સપર નીચે અમુક શખ્સો ભેગા મળી અને હારજીત નો જુગાર રમી રહ્યા છે જેવી ચોક્કસ બાતમીના આધારે તળાજા પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા રોકડ રકમ રૂપિયા 56,550 સાથે 13 શખ્સો જડપાઈ ગયા હતા પોલીસે તમામ ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]