સાત વર્ષીય યુવાન ની અનોખી પ્રતિભા થકી મેળવી સિદ્ધિ - At This Time

સાત વર્ષીય યુવાન ની અનોખી પ્રતિભા થકી મેળવી સિદ્ધિ


આજે ધ્રોલના ભૂચર મોરી શહીદ સ્મારક ખાતે ક્ષત્રિય સમાજના 5000 થી પણ વધારે યુવાનો દ્વારા રાસ યોજી વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો જેમાં ચુડાસમા રાજપૂત સમાજના બરવાળા તાલુકાના ટીંબલા ગામના વતની બાબભા જશુભા ચુડાસમા તાલુકા પંચાયત બરવાળા ના પૂર્વ પ્રમુખ ના પૌત્ર અને વિજયસિંહ બાબભા ચુડાસમા સંદેશ ન્યૂઝ ના રિપોર્ટર અને મહિલા તલવારબાજી ટ્રેનર અલ્પાબા વિજયસિંહ ચુડાસમા ના પુત્ર કે જે માત્ર સાત વર્ષની ઉંમર ધરાવતા મોક્ષરાજસિંહ વિજયસિંહ ચુડાસમા એ અનોખી સિદ્ધિ હાંસલ કરી. ક્ષાત્ર તેજ નો જોમ અને જુસ્સા સાથે આગવી ધબે ક્ષત્રિય ને શોભે તે રીતે સર્વોત્તમ તલવાર રાસ કરી અને વિશ્વ વિક્રમ સર્જવા ના કાર્યક્રમ માં સૌ પ્રથમ હરોળમાં સૌ પ્રથમ સ્થાને રહી સૌથી નાની ઉંમરના તલવાર રાસ લેનાર બાળક તરીકેનું બિરુદ મેળવી વિશ્વ વિક્રમ સર્જ્યો છે ત્યારે શ્રી ચુડાસમા રાજપૂત સમાજ તેમજ ક્ષત્રિય સમાજના સૌથી નાની 7 વર્ષની ઉંમરે તલવાર રાસ માં ભાગ લેનાર બાળક તરીકેનું બિરુદ મેળવી વિશ્વ વિક્રમમાં સ્થાન મેળવતા ઠેર ઠેર થી મળી રહી છે શુભેચ્છાઓ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.