સાવરકુંડલા માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નીકળશે. - At This Time

સાવરકુંડલા માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નીકળશે.


નંદ ઘેર આનંદ ભયો

સાવરકુંડલા માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નીકળશે.

સાવરકુંડલા માં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત વિશ્વ હિન્દુ પરિસદ ની સ્થાપના દિન નિમિત્તે જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા આયોજન સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજન કરી જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજ્ય રાજમાર્ગો પર નીકળશે સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે જન્માષ્ટમી ઉત્સવ નું આયોજન કરાયું છે જેમાં શ્રાવણ વદ આઠમ તારીખ 19 ,8 , 2022 ના રોજ નાસીક ઢોલના સથવારે વિરાટ શોભાયાત્રા શ્રી સનાતન આશ્રમ જેસર રોડ થી નીકળી શહેરના રાજ્ય માર્ગો પર ફરી શ્રી ગોરધનનાથજીની હવેલી એ ભવ્ય પુર્ણાહુતી થશે આ તકે સાવરકુંડલા શહેરની દરેક સંસ્થા , જ્ઞાતિના આગેવાનો , તથા હિન્દુ પ્રેમી જનતા જન્માષ્ટમી ની વિરાટ શોભાયાત્રામાં પોતાની કૃતિઓ તેમજ સુશોભિત ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં જોડાશે જે અંતર્ગત સાવરકુંડલામાં જન્માષ્ટમીના દિવસે 108 કાનુડાને વેશભૂષા ની હરીફાઈ સ્પર્ધા યોજવામાં આવશે જેમાં પાંચથી આઠ વર્ષ સુધીના બાળકો ભાગ લઈને કાનુડા નું વેશ કરી શોભાયાત્રામાં જોડાશે જેમાં કાનુડાને દાતા શ્રી શામળદાસ હરજીવનદાસ છાંટબાર ( નીરજ સ્ટીલ ) દ્વારા ઇનામ આપવામાં આવશે. જે અંતર્ગત સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સાવરકુંડલા ની ધર્મ પ્રેમી જનતાને બોહળી સંખ્યામાં જોડાવા અને દર્શન નો લાભ લેવા જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.