બરવાળા માં સામાજિક એક્તા જાગૃતિ મિશન અને અનુસુચિત જાતિના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
રાજસ્થાન ના જાલોર મા અનુસુચિત જાતિના ઈન્દ્ર મેઘવાળ ની હત્યા બાબતે રાજસ્થાન માં 9 વર્ષના બાળકને શાળાના શિક્ષક દ્વારા એટલી હદે માર મારવામાં આવ્યો કે એનું મૃત્યુ થય જાય છે. અને મારવાનું કારણ ફક્ત એ હતું કે એ બાળક જાતિવાદી માનસિકતા ધરાવતા શિક્ષક ના માટલાં માથી પાણી પી ગયો. ભારતની આઝાદી ના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. અને અમો અનુસુચિત જાતિના લોકો હજુ આઝાદ થયા નથી તો આપ સાહેબને વિનંતી છે કે પ્રશાસન સુધી અમારીરજૂઆત પહોંચાડો અને ઈન્દ્ર મેઘવાળ ના પરિવાર ને ન્યાય મળે અને આરોપી ને જાહેર માં ફાંસી ની સજા કરવામાં આવે એવી બરવાળા તાલુકાના અનુસુચિત જાતિ સમાજ ના લોકો અને બોટાદ જીલ્લા સામાજિક એક્તા જાગૃતિ મિશન ની માંગણી છે
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.