બોટાદ જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, ગઢડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 મી.મી. વરસાદ નોંધાયો
બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 456 મી.મી. વરસાદ વરસ્યો, ગઢડા તાલુકામાં કુલ 547 મી.મી. વરસાદ
તા.17: રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. વરસાદી વાતાવરણથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 456.5 મી.મી. વરસાદ વરસ્યો છે.
બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, ચારેય તાલુકામાં સરેરાશ 6.75 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ગઢડા તાલુકામાં 11 મી.મી. વરસાદ નોંધાયો છે. બોટાદ તાલુકામાં 9 મી.મી. વરસાદ પડ્યો છે. જ્યારે બરવાળા તાલુકામાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાણપુર તાલુકામાં 1 મી.મી.વરસાદ વરસ્યો છે.
બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો ગઢડા તાલુકામાં સૌથી વધુ કુલ 547 મી.મી. વરસાદ પડ્યો છે. જ્યારે બોટાદ તાલુકામાં કુલ 460 મી.મી.વરસાદ પડ્યો છે. બરવાળા તાલુકામાં કુલ 455 મી.મી. જ્યારે રાણપુર તાલુકામાં કુલ 391 મી.મી. વરસાદ નોંધાઈ ચુક્યો છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.