હિમાચલમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પવન કાજલ અને લખવિંદર રાણા ભાજપમાં જોડાયા
શિમલા, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારહિમાચલ પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી નજીક છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય પવન કુમાર કાજલ અને લખવિંદર સિંહ રાણા રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. CM જયરામ ઠાકુરની હાજરીમાં બંને ધારાસભ્યો નવી દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુરેશ કશ્યપ પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોંગ્રેસના બંને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. બીજી તરફ ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓમાં ચાલી રહેલી જૂથબંધી પણ સામે આવી છે.અહેવાલ અનુસાર, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે મંગળવારે પવન કાજલને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પદ પરથી હટાવીને પૂર્વ સાંસદ ચંદ્ર કુમારને આ પદની જવાબદારી સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પવન કુમાર કાજલ કાંગડામાં અચાનક બદલાયેલા સમીકરણોથી પરેશાન હતા જ્યાં કોંગ્રેસે તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. જોકે, કાંગડામાં સુધીર શર્મા કેમ્પ એક તરફ હોવાને કારણે તે એકલતા અનુભવી રહ્યા છે. ચંબામાં યોજાયેલા પાર્ટીના કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. આ દરમિયાન નાલાગઢમાં લખવિંદર રાણા પહેલેથી જ કોંગ્રેસની રાજનીતિથી પરેશાન હતા. તે જ સમયે, હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 2 ધારાસભ્યોના આ રીતે ભાજપમાં જોડાવાને કારણે વિપક્ષી પાર્ટીઓ માટે તેને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ પણ હાજર રહ્યા હતા. આ સાથે જ પવન કાજલ અને રાણા ભાજપમાં જોડાયા બાદ CM જયરામે કહ્યું હતું કે, અમારી પાર્ટી સતત મજબૂત બની રહી છે. કોંગ્રેસના 2 મજબૂત નેતાઓ આજે આપણી સાથે જોડાયેલા છે. કેન્દ્રએ અમને તમામ શક્ય મદદ કરી છે અને હિમાચલમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.