કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઉત્તરપ્રદેશના યુવકને કેફીપીણું પીવડાવી લૂંટનો પ્રયાસ - At This Time

કાલુપુર રેલ્વે સ્ટેશન પર ઉત્તરપ્રદેશના યુવકને કેફીપીણું પીવડાવી લૂંટનો પ્રયાસ


અમદાવાદ,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારકાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરખાનાના પગથીયા પાસે 29 વર્ષીય યુવકને આધેડ શખ્સે વાતચીત કરી વિશ્વાસ કેળવી લૂંટના ઇરાદે કેફીપીણું મિશ્રિત જ્યુસ પીવડાવ્યો હતો. યુવકને જ્યુસ બરાબર ના લાગતા એક ઘૂંટડો પી ઢોળી દીધો હતો. યુવકને ચક્કર આવવા લાગતા તેણે અન્ય વ્યક્તિઓને વાત કરી હતી. જ્યુસ પીવડાવનાર આધેડ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉત્તરપ્રદેશના કાનપૂરના રહેવાસી સત્મય દુબેએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ સત્યમ તેના મિત્ર સાથે કાલુપુર રેલ્વે સ્ટેશન શનિવારે આવ્યો હતો. સત્યમનો મિત્ર સુરત જવા ટ્રેનમાં રવાના થયો જ્યારે સત્યમની ટ્રેન બીજા દિવસે સવારની હોવાથી તે રેલ્વે સ્ટેશન પર રોકાયો હતો. દરમિયાનમાં અજાણ્યા શખ્સે વાતચીત કરી વિશ્વાસ કેળવ્યો અને સત્મયને જ્યુસ પીવડાવ્યો હતો. જ્યુસ ખરાબ લાગતા સત્યમેં કચરાપેટીમાં એક ઘૂંટ મારી ફેંકી દીધો હતો. જોકે જ્યુસ પીવડાવનાર શખ્સ તેની જોડે જોડે આવતો હતો બીજી તરફ ફરિયાદીને ચક્કર આવવાના શરૂ થયા હતા. ફરિયાદીએ સ્ટેશન પર હાજર કુલીને વાત કરતા તેઓએ જ્યુસ પીવડાવનાર શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે પંડીત નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી દવાની ટેબ્લેટના બે પટ્ટા તેમજ એક શેવિંગ બ્લેડ મળી આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.