અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી ની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી કરોડોનું MD ડ્રગ્સ ઝડપાયું : =પહેલા મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરી હતી = ભરૂચ SOG ની ટીમે પુનઃ આજ કંપનીમાં રેઇડ કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો : - At This Time

અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી ની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી કરોડોનું MD ડ્રગ્સ ઝડપાયું : =પહેલા મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરી હતી = ભરૂચ SOG ની ટીમે પુનઃ આજ કંપનીમાં રેઇડ કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો :


અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી ની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી કરોડોનું MD ડ્રગ્સ ઝડપાયું :
=પહેલા મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરી હતી
= ભરૂચ SOG ની ટીમે પુનઃ આજ કંપનીમાં રેઇડ કરી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો :

16.08 અંકલેશ્વર

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરીને અંદાજીત 513 કિલો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી હતો.જ્યારે મંગળવારના રોજ ભરૂચ એસઓજી એ ફરીથી આ કંપની માં રેઇડ કરીને એમડી ડ્રગ્સ પકડી પાડતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

અંકલેશ્વર ની પાનોલી જીઆઈડીસી માં ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની આવેલી છે.આ કંપનીમાં મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો હોવાની મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટને માહિતી મળી હતી.ત્યાર બાદ મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે 13 મી ઓગસ્ટના રોજ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેઇડ કરીને લગભગ 513 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટીમે જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1,026 કરોડ રૂપિયા થાય છે. ટીમે સ્થળ ઉપરથી એક મહિલા સહિત 7 આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા એસઓજીની ટીમે પુનઃ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી રેઇડ કરી હતી.આ કંપનીમાંથી એસઓજીની ટીમે અંદાજીત 80થી 90 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પડકી પાડયો હોવાની માહિતી મળી છે.જેની પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજીત 80થી 100 કરોડ જેટલી થાય છે.જોકે હજીય આ અંગે પોલીસે કોઈ સત્તાવાર માહિતી આપી ન હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon