નાના કપાયા બોરાણા જુથ ગ્રામ પંચાયત દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી, ૭૬ લાખ ના કામોનું પણ ખાતમુહુર્ત - At This Time

નાના કપાયા બોરાણા જુથ ગ્રામ પંચાયત દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી, ૭૬ લાખ ના કામોનું પણ ખાતમુહુર્ત


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ નાના કપાયા પ્રાથમિક શાળા માં ધ્વજ વંદન નો ભવ્ય કાર્યકમ યોજાયો

મુન્દ્રા નાના કપાયા તા.૧૫ મી ઓગસ્ટના સ્વંત્રણ પર્વની ઉજવણી રૂપે નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ જખુ ભાઈ બચુ ભાઈ સોધમ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

જેમા ગ્રામ પંચાયત ના તમામ સદસ્યો , ગ્રામજનો , વિદ્યાર્થીઓ, અંદાણી, જિંદાલ કંપની ના કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહીને દેશ ભક્તિના રંગ અને સુરોના ભાવો વ્યક્ત કર્યા હતા

એની સાથે આ શુભ પ્રસંગે ગ્રામ પંચાયત તરફ થી ૭૬ લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાદ મુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા

નાના કપાયા ના દાનવીર સુરેશ ભાઈ સામત ભાઈ સોધમ ( વિપુલ કન્ટ્રેશન મુન્દ્રા) તરફથી નાના કપાયા રોડ, ભુજ હાઇવે પર થી બસ સ્ટેશન અને ગામ નો પ્રવેશદ્વાર બનાવાની જાહેરાત કરવામાં આવી હતી

નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત તરફથી સુરેશ ભાઈ સોધમ, માવજી ભાઈ બરૈયા, કાનજી ભાઈ સોધમ, અશોક ભાઈ સોધમ, હંસા બેન સોધમ, ધનરાજ ભાઈ ગઢવી, ફોજી જગદીશ ભાઈ સોધમ, મનહર ભાઈ ચાવડા, જશરાજ ભાઈ સોધમ વગેરે નું સનમાન પત્ર અને શાલ દ્વારા સનમાન કરવામાં આવ્યું હતુ

ગ્રામ પંચાયત તરફથી નાના કપાયા પ્રાથમિક શાળા ના આગણ મોટા સેડ બનાવાની માંગણી કરતા સરપંચ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી બનાવાની જાહેરાત કરવામાં આવી હતી

આ મગ્ર કાર્યક્રમનું સંચાલન કાનજી ભાઈ સોધમ અને સ્વાગત પ્રવચન ગઢવી ભાઈ અને આભાર વિધિ હિના બેન કરી હતી

આ કાર્યકમ માં શકુરભાઈ સુમરા, શકર ભાઈ સોધમ, લક્ષ્મણ ભાઈ ગઢવી, રાજેશ ભાઈ સોધમ, ખેંગાર ભાઈ ગઢવી, નાગશી ભાઈ ગઢવી, દેવરાજ ભાઈ ગઢવી, ખુશ્બુ બેન શર્મા, તલાટી દામજી ભાઈ મહેશ્વરી તેમજ ગ્રામ પંચાયત ના તમામ સભ્યો અને ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ ઉપરાંત નાના કપાયા અન્ય વિસ્તારો નાના કપાયા વાડી વિસ્તારમાં શકુર ભાઈ સુમરા , પંજત પીર વાડી વિસ્તાર પ્રાથમિક શાળા નાના કપાયા પુરબાઈ સોધમ, હિન્દી માધ્યમિક શાળા નાના કપાયા માલશી ભાઈ ધેડા ( ચેરમેન નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત), બોરણા પ્રાથમિક શાળા રતન ભાઈ ગઢવી ઉપસરપંચ દ્વારા‌ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ

રિપોર્ટ બાય- ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી તાલુકા રિપોર્ટર
મો. 9773232824


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.