મુન્દ્રા શહેર મથકે મુન્દ્રા ન્યાયલય કોર્ટ મધ્યે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/x9o9nphfvlp8sd4h/" left="-10"]

મુન્દ્રા શહેર મથકે મુન્દ્રા ન્યાયલય કોર્ટ મધ્યે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી


મુન્દ્રા તા.૧૫ ભારત ની આઝાદી ના પર્વ ૧૫ ઓગસ્ટ નિમિત્તે આઝાદી ના ૭૫ માં અમૃત મહોત્સવ નિમિત્તે આઝાદી ના ૭૬ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુન્દ્રા ન્યાયાલય કોર્ટે મઘ્યે મુન્દ્રા કોર્ટ ના ન્યાય મુર્તિ જ્જ સાહેબ શ્રી પી.બી સોની સાહેબ, જ્યું.મેજી.ફક સાહેબ અને સીવીલ જજ સાહેબે રાષ્ટ્ર ધ્વજ તિરંગા ને સલામી આપી હતી

સાથે જજ સાહેબ શ્રી એ આઝાદી ના પર્વ નિમિત્તે ઉદબોધન કર્યું હતું અને આઝાદી ના મુલ્યો નું જતન કરવાનું કહ્યું હતું સાથે એડવોકેટ શ્રી ઓએ ભારત ની આઝાદી ના પર્વ નિમિત્તે આઝાદી નું શું મહત્વ છે એ વિશે ઉદબોધન કર્યું હતું અને આઝાદી ના પર્વ ની શુભેચ્છાઓ આપી હતી

આ શુભ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મુન્દ્રા બાર એસોસિયેશન ના પ્રમુખ રવિલાલ ભાઈ મહેશ્વરી એડવોકેટ નોટરી, પ્રવીણભાઈ ગણાત્રા એડવોકેટ, ભરતભાઈ જોષી એડવોકેટ, અવિનાશ ભાઈ ભટ્ટ એડવોકેટ, બિલાલ ભાઈ ખત્રી એડવોકેટ, કાનજીભાઈ સોંઘરા એડવોકેટ, ધારા બેન ગોર એડવોકેટ, ઈસ્માઈલ ભાઈ તુર્ક એડવોકેટ, ઈમરાન ભાઈ મેમણ એડવોકેટ, હિતેશભાઈ સોની એડવોકેટ, વિશ્રામ ભાઈ ગઢવી એડવોકેટ નોટરી, ધર્મેન્દ્ર ભાઈ જેસર એડવોકેટ, વિજાણંદ ટાપરિયા એડવોકેટ, રાજેશભાઈ રબારી એડવોકેટ નોટરી, જયેશભાઈ રાઠોડ એડવોકેટ, શ્યામ ભાઈ સોધમ એડવોકેટ વગેરે એડવોકેટ મિત્રો તથા મુન્દ્રા ના ન્યાયાલય ના સરકારી વકીલ શ્રી પ્રજાપતિ સાહેબ, શ્રી ઝાલા સાહેબ, C.O.C રજીસ્ટાર સાહેબ મુન્દ્રા કોર્ટ તથા મુન્દ્રા કોર્ટ સ્ટાફ ના મિત્રો બહોળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા

સાથે મુન્દ્રા સીટી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી મિત્રો હાજર રહેલ હતા એવું મુન્દ્રા બાર એસોસિયેશન ના પ્રમુખ શ્રી ના સુચના થી કાનજીભાઈ સોંઘરા એડવોકેટ એ એમની યાદી મા જણાવ્યું હતું

રિપોર્ટ બાય- ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી તાલુકા રિપોર્ટર
મો. 9773232824


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]