જામનગરમાં મેમણ વેપારીના ઘરમાં ધોડે દહાડે થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો - At This Time

જામનગરમાં મેમણ વેપારીના ઘરમાં ધોડે દહાડે થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો


- રૂપિયા ૭.૪૦ લાખની માલમતા સાથે જામનગરના જ બે તસ્કરોને સિટી એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યાજામનગર,તા.13 ઓગષ્ટ 2022,શનિવારજામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં એક રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના ની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે, અને ગણતરીના કલાકોમાં જ બે તસ્કરોને ચોરાઉ માલમતા સાથે ઝડપી પાડ્યા છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર ખંભોત્રી ફળી વિસ્તારમાં રહેતા ઉવેશ બસીરભાઈ લુસવાલા નામના મેમણ વેપારીના રહેણાક મકાનમાંથી પરમદીને સાંજે ૫.૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો રૂપિયા એક લાખની રોકડ અને સોનાના દાગીના સહિત ૭.૪૦ લાખની માલમતા ઉઠાવી ગયા હતા. જે ચોરીના બનાવ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝનના પી.આઇ. એમ. જે. જેલુ તેમજ પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને જામનગરમાં જ રહેતા મોહમ્મદ રફીક દૂધવાલા તેમજ ઇકામુદ્દીન દરવાન નામના બે શખ્સોને ઝડપી પાડ્યા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૭૫ હજારની રોકડ રકમ અને સોનાના દાગીના વગેરે મળી ૭.૪૦ લાખની ચોરાઉ માલમતા કબજે કરી લીધી છે, અને બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.