લગ્ન પહેલા પતિએ કહ્યું તારા વગર જીવી નહીં શકું.. લગ્ન બાદ કહ્યું, તારાથી મને પનોતી લાગી છે - At This Time

લગ્ન પહેલા પતિએ કહ્યું તારા વગર જીવી નહીં શકું.. લગ્ન બાદ કહ્યું, તારાથી મને પનોતી લાગી છે


વડોદરા,તા.13 ઓગષ્ટ 2022,શનિવારદાંપત્ય જીવન દરમિયાન નજીવી બાબતોમાં થતી તકરારો અને મહિલા ઉપર ગુજારવામાં આવતા અમાનુષી અત્યાચારને કારણે મહિલા પોલીસ અભયમ અને શી ટીમ જેવી એજન્સીઓનું ભારણ વધી ગયું છે.વડોદરાની વધુ એક પરિણીતા ઉપર આવી જ રીતે સાસરિયાઓએ અત્યાચાર ગુજારતા તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પતિ પરણિત હોવા છતાં કહ્યું કે, તું લગ્ન નહીં કરે તો હું જીવી નહીં શકુંમકરપુરા રોડ નજીકના વિસ્તારમાં રહેતા નીરજ નામના યુવક સાથે લગ્ન કરનાર પરણીતાએ પોલીસને કહ્યું છે કે, મારા પતિના લગ્ન થયેલા હતા અને તેની પત્ની વારંવાર પિયર જતી હતી તેમજ તેને પ્રેગ્નન્સી પણ રહેતી ન હતી તેથી મારા ઉપર લગ્ન માટે દબાણ કરતો હતો. મેં લગ્નનો ઇનકાર કરતા પતિએ તારા વગર જીવી નહીં શકું મરી જઈશ તેવી ધમકી આપી હતી.સાસુએ હાથ જોડી કહ્યું તું લગ્ન નહીં કરે તો મારો દીકરો એસિડ પી લેશેપરિણીતાએ કહ્યું છે કે, મારી સાસુ પણ મને કરતી હતી અને હાથ જોડીને કહ્યું હતું કે મારો પુત્ર તારી સાથે જ લગ્ન કરવા માંગે છે જો તું લગ્ન નહીં કરે તો તે એસિડ પી લેશે. જેથી તેઓની વાતોમાં આવી જઈ મારી માતાની સમજાવટથી મેં લગ્ન કર્યા હતા.લગ્નના બીજા દિવસે માર મારતા શરીરને ચકામાં પડી ગયાપરંતુ લગ્ન બાદ પતિ અને સાસરીયા નું વર્તન બદલાઈ ગયું હતું અને બીજા જ દિવસે નજીવી બાબતે માર મારી કાઢી મૂકી હતી. મારા પરિવારજનો આવેલા હોય તેમણે શરીર પર ચકામાં પણ જોયા હતા. ત્યારબાદ મારી માતાએ પગ પકડી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી પણ સાસરીયા નાની નાની બાબતે મારઝૂડ કરી ત્રાસ ગુજારતા હતા. પતિ દારૂ પીને માર મારતો હતો. જે પતિ મને દુબઈ લઈ જઈ ત્યાં જ રહીશું તેમ કહેતો હતો તે પતિ તેમજ સાસરીયા મને ખાવા પીવામાં પણ ત્રાસ આપતા હતા.દીકરીનો જન્મ થતાં કહ્યું..તે પથરો આપ્યો, તારાથી પનોતી આવી છેપરિણીતાએ કહ્યું છે કે,મને પુત્રી નો જન્મ થતાં સાસરીયા દ્વારા અમારે દીકરો જોઈતો હતો તે પથરો આપી દીધો તેમ કહી ત્રાસ ગુજારવાનું શરૂ કરાયું હતું. જ્યારે પતિએ મને કહ્યું હતું કે, તારા આવવાથી મારા જીવનમાં પનોતી આવી ગઈ છે. સાસરીયા એ રૂ બે લાખ નહીં લાવે તો જીવતી સળગાવી દઈશું તેવી ધમકી પણ આપી કાઢી મૂકી હોવાથી આખરે પોલીસ ફરિયાદ કરવી પડી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.