વડોદરા: ચોરીનો સિલસિલો યથાવત, વધુ ત્રણ ચોરીના બનાવ - At This Time

વડોદરા: ચોરીનો સિલસિલો યથાવત, વધુ ત્રણ ચોરીના બનાવ


વડોદરા,તા.13 ઓગષ્ટ 2022,શનિવારવડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ ત્રણ ચોરીની ઘટનાઓ સામે આવી છે. ફરિયાદ સંદર્ભે પોલીસે સીસીટીવી કુટેજ મેળવી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. માંજલપુર વિસ્તારમાં રહેતા જયેશભાઈ પંચાલ મકરપુરા જીઆઇડીસી શેડ નંબર 435 બીમાં જયેશ એન્ટરપ્રાઇઝ નામની કંપની ધરાવે છે. તેમની કંપનીમાંથી 23 થી 25 જુલાઈ દરમિયાન રૂ.40 હજારની કિંમત ધરાવતી સ્ટેનલેસ સ્ટીલની વજનદાર પ્લેટો ચોરી થઈ હતી. દરમિયાન નજીકમાં આવેલી અન્ય કંપની લક્ષ્મી એન્જિનિયરિંગ માંથી પણ રૂપિયા 15 હજારની કિંમત ધરાવતા કેબલ વાયરોની ચોરી થઈ હતી. આમ ,કંપનીના મુખ્ય દરવાજાનું તાળું તોડી અજાણ્યા તસ્કરો પ્લેટ  તેમજ બાજુની કંપનીમાંથી વાયર મળી કુલ 55 હજાર મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.   બીજા બનાવમાં પાંજરાપોળ રોડ ખાતે શ્રીજી વિલા સોસાયટીમાં રહેતા તૃષાબેન પટેલ ઘરકામમાં વ્યસ્ત હતા. તેમના માતા પિતાએ બેઠક રૂમમાં મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂક્યા હતા. દરમિયાન અજાણ્યો શખ્સ મકાનમાં પ્રવેશી બેઠકરૂમના ટેબલ ઉપર મુકેલા રૂ.10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન ચોરી ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.