બોટાદમાં યોજાયો જિલ્લાકક્ષાનો ૭૩ મો વન મહોત્સવ-૨૦૨૨
સરકારશ્રીના "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત" ના અભિગમને સાકાર કરવા માટે વધારેમાં વધારે વૃક્ષો વાવી જિલ્લાને વધુમાં વધુ લીલોછમ બનાવીએ :ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર
બોટાદ શહેરીજનોને પણ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું
જતન કરવાની ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમારની હિમાયત
સામુહિક વન નિર્માણ યોજના અને વન મહોત્સવ અંતર્ગત
બોટાદમાં "પવિત્ર વન" નું કરાયું લોકાર્પણ
ડી.સી.પી નર્સરી રોપ ઉછેરની કામગીરી બદલ ૨ લાભાર્થીઓને ચેક
વિતરણ : શ્રેષ્ઠ કામગીરી કરનાર ૩ વન કર્મીઓને પ્રશસ્તિપત્ર એનાયત
તા.૧૨ :- ગઢડાના ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદ સ્થિત શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર,હરણકુઈ ખાતે જિલ્લાકક્ષાના ૭૩ મા વન મહોત્સવ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
ગઢડાના ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,દર વર્ષે વર્ષાઋતુના સમયગાળામાં સમગ્ર રાષ્ટ્ર અને રાજ્યમાં વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જેના થકી લોકોમાં વૃક્ષો પ્રત્યેનો પ્રેમ વધે છે. જે રીતે જીવન જીવવા માટે પાણીની જરૂરીયાત રહે છે તેવી જ રીતે જીવન જીવવા માટે વૃક્ષોનો ઉછેર પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
વિકાસને વરેલી સરકારે "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત"નો ખ્યાલ આપીને ગુજરાતના વન વિસ્તારના ગ્રોથને વધુ આગળ લઈ જવાનો નિર્ધાર કર્યો છે. આઝાદીના આ અમૃત મહોત્સવમાં સૌનૈ પર્યાવરણ જાળવણીનો સંકલ્પ કરવાનું શ્રી પરમારે આહવાન કર્યું હતું. તેમણે વિશેષમાં કહ્યું કે, રાજ્ય સરકાર “ગ્રીન ગુજરાત અને ક્લીન” ગુજરાતના લક્ષ્ય ભણી આગળ વધી રહી છે. આવનારી પેઢીને વારસામાં કંઈ આપવા માટે ટકાઉ વિકાસ ખુબ જ જરૂરી છે, માટે પર્યાવરણની જાળવણી અને મહત્તમ વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન, વૃક્ષોનો ઉછેર જેવી રાજ્યવ્યાપી વિવિધ કામગીરી સરકારે હાથ ધરી છે.
સરકારશ્રીના "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત" ના અભિગમને સાકાર કરવા માટે વધારેમાં વધારે વૃક્ષો વાવી જિલ્લાને વધુમાં વધુ લીલોછમ બનાવવા ની શ્રી પરમારે હિમાયત કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણીએ જણાવ્યું હતું કે, બોટાદ વનીકરણ વિભાગ દ્વારા અનેક વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટની સદભાવના સંસ્થા દ્વારા પણ વૃક્ષોનું વાવેતર કરીને એક આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે બોટાદ શહેરીજનોને પણ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવા આહવાન કર્યું હતું.
શ્રી વીરાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારશ્રીએ સૌની યોજના થકી પાણી પહોચાડ્યું છે ત્યારે આ પાણી દ્રારા ખેતરના શેઢે, પડતર જમીન સહિત જ્યાં અવકાશ હોય તે તમામ જગ્યાઓએ વૃક્ષોનું વાવેતર કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે ડી.સી.પી નર્સરી રોપ ઉછેરની સારી કામગીરી બદલ તાજપરના લાભાર્થીશ્રી સોમાભાઈ રાઠોડને રૂ. ૧૬,૧૪૦ અને સરવઈના લાભાર્થી શ્રીમતી ભાવનાબેન પરમારને રૂ.૧૦,૪૨૬ ની સહાયનો ચેક, ૨-લાભાર્થીઓને નિર્ધુન ચુલા અને મિશન ગ્રીન બોટાદને તેમજ RFO શ્રી આઈ. એસ. પ્રજાપતિ, વનરક્ષક શ્રી એમ.પી. પાવરા અને શ્રી એમ. જે. પરમારને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતાં.
ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર સહિત અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમારના વરદ હસ્તે સામુહિક વન નિર્માણ યોજના અને વન મહોત્સવ અંતર્ગત “પવિત્ર ઉપવન” ની તકતીને ખૂલ્લી મકી વનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ૭૩ માં વન મહોત્સવના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સહુ કોઇએ નિરાળ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, સને વર્ષ ૨૦૨૨-૨૩ માં સામાજિક વનીકરણ વિભાગ-બોટાદ દ્વારા કુલ.૨૫.૧૧ લાખ રોપાઓનો ઉછેરવામાં આવ્યા છે. જેમાંથી ૦૯.૩૩ લાખ રોપાનો ઉછેર બોટાદમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાતાકીય નર્સરીમાં ૦૫.૩૩ લાખ તેમજ ૦૩.૮૦ લાખ રોપાઓનો ડી.સી.પી નર્સરી યોજના હેઠળ ઉછેર કરવામાં આવ્યો છે. ડી.સી.પી. નર્સરીનો ઉછેર કરવા માટે જિલ્લામાં કુલ ૨૬ લાભાર્થીઓને રૂ.૧૧.૬૨ લાખની સહાય ત્રણ હપ્તામાં ચુકવાયેલ છે.
પ્રારંભે જિલ્લા કલેકટરશ્રી બી. એ. શાહે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણાએ આભારદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણીશ્રી ભીખુભાઈ વાઘેલા, શ્રી વનરાજભાઈ, જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્મા, નિર્મળાનંદ સરસ્વતી બાપુ, જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ-કર્મીઓ સહિત બોટાદના શહેરીજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.