વકીલ મનોહર લાલની બેલેટ પેપર વડે ચૂંટણી યોજવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
- અરજીમાં ઈવીએમ દ્વારા યોજાયેલી ચૂંટણીઓને ગેરકાયદેસર ગણાવીને ફરી બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવાની માંગણી કરવામાં આવી હતીનવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના બદલે બેલેટ પેપર (Ballot Paper) વડે ચૂંટણી યોજવાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે, તે અરજીમાં કોઈ મેરિટ નથી જણાઈ રહ્યું. વકીલ મનોહર લાલ શર્માએ ઈવીએમના બદલે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવાની માંગણી કરતી પોતાની અરજી મામલે ઝડપથી સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી. મનોહર લાલે પોતાની અરજીમાં લખ્યું હતું કે, ચૂંટણી બેલેટ પેપરની મદદથી જ થવી જોઈએ. આ સાથે જ તેમણે પોતે કાયદાને ધ્યાનમાં રાખીને જ વાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અરજીમાં જન પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 61 (એ)ને પડકાર ફેંકવામાં આવ્યો હતો જેમાં બેલેટ પેપરના બદલે ઈવીએમ દ્વારા મતદાન કરાવવાની જોગવાઈ છે. વકીલ મનોહર લાલની અરજી પ્રમાણે તે જોગવાઈને હજુ સુધી સંસદની મંજૂરી નથી મળેલી. આ કારણે ઈવીએમ દ્વારા અત્યાર સુધીમાં જેટલી પણ ચૂંટણીઓ યોજાઈ તે તમામ ગેરકાયદેસર જ છે. તેમણે દરેક સ્થળે ફરી બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવાની પણ માંગણી કરી હતી. જાન્યુઆરી મહિનામાં કરી હતી અરજીમનોહર લાલે જાન્યુઆરી મહિનામાં અરજી કરીને ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર તથા ઉત્તરાખંડ એમ 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, તે પાંચેય રાજ્યોમાં 10મી ફેબ્રુઆરીથી 7મી માર્ચ દરમિયાન ચૂંટણી યોજાઈ હતી અને 10 માર્ચના રોજ તેના પરિણામો જાહેર થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.