'હર ઘર તિરંગા'ને સાકાર કરવા પોસ્ટ વિભાગના 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે, 10 દિવસમાં 1 કરોડથી વધુ ઝંડાનું વેચાણ - At This Time

‘હર ઘર તિરંગા’ને સાકાર કરવા પોસ્ટ વિભાગના 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે, 10 દિવસમાં 1 કરોડથી વધુ ઝંડાનું વેચાણ


- નાગરિકોએ ઈ-પોસ્ટ સુવિધાના માધ્યમથી અત્યાર સુધીમાં 1.75 લાખથી પણ વધારે રાષ્ટ્રીય ધ્વજની ઓનલાઈન ખરીદી કરીનવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર પોસ્ટ વિભાગે દેશભરમાં ફેલાયેલી પોતાની 1.5 લાખ પોસ્ટ ઓફિસની મદદથી માત્ર 10 જ દિવસમાં 1 કરોડથી પણ વધારે રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કર્યું છે. એક સત્તાવાર નિવેદનમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટ વિભાગ 25 રૂપિયાના દરે રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કરી રહ્યું છે. ટપાલ વિભાગના નિવેદન પ્રમાણે 'ટપાલ વિભાગ પોતાની 1.5 લાખ પોસ્ટ ઓફિસના સર્વવ્યાપી નેટવર્ક દ્વારા દેશના દરેક નાગરિક માટે 'હર ઘર તિરંગા' કાર્યક્રમને કાર્યાન્વિત કરી રહ્યું છે. ભારતીય ટપાલ વિભાગે માત્ર 10 દિવસના સમયગાળામાં પોસ્ટ ઓફિસ ઉપરાંત ઓનલાઈન માધ્યમ દ્વારા એક કરોડથી વધારે રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કર્યું છે.'આ પણ વાંચોઃ દેશના વિવિધ રાજ્યોમાં પોસ્ટ વિભાગ દ્વારા સુરતમાંથી 1 કરોડ 24 લાખ રાષ્ટ્રધ્વજ રેલ્વે અને રોડ મારફતે લઈ જવામાં આવ્યાફ્રી ઓનલાઈન ડિલિવરીપોસ્ટ વિભાગે ઓનલાઈન વેચાણમાં દેશભરના કોઈ પણ ઠેકાણે ચાર્જ લીધા વગર ફ્રીમાં રાષ્ટ્રીય ધ્વજ પહોંચાડી આપવાની સુવિધા આપી છે. નાગરિકોએ ઈ-પોસ્ટ સુવિધાના માધ્યમથી અત્યાર સુધીમાં 1.75 લાખથી પણ વધારે રાષ્ટ્રીય ધ્વજની ઓનલાઈન ખરીદી કરી છે. ટપાલ વિભાગના 4.2 લાખ કર્મચારીઓ ખડેપગેપોસ્ટ વિભાગના નિવેદન પ્રમાણે દેશભરના 4.2 લાખ ટપાલ કર્મચારીઓએ શહેરો, ગામડાઓ, આંતરિયાળ ક્ષેત્રો, વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓ અને પહાડીઓ સહિત અનેક સ્થળોએ 'હર ઘર તિરંગા'ના મેસેજનો પ્રચાર કર્યો છે. આ સાથે જ ભારતીય ટપાલ વિભાગે પ્રભાત ફેરી, બાઈક રેલી તથા જાહેર સભાઓ દ્વારા સમાજના દરેક વર્ગમાં 'હર ઘર તિરંગા'નો પ્રચાર કર્યો છે. ઉપરાંત ડિજિટલી સક્રિય નાગરિકો માટે ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. આગામી 15મી ઓગષ્ટ સુધી પોસ્ટ વિભાગ તિરંગાનું વેચાણ ચાલુ રાખવાનું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon