સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ


સાબરકાંઠા જિલ્લામાં ત્રિ-દિવસીય હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ
**********
હર ઘર તિરંગા અભિયાનને છેવાડાના માનવી સુધી પહોંચાડી સફળ બનાવવા સાંસદશ્રીની અપીલ
*********

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલિનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે કેન્દ્રિય સંચાર બ્યુરો –પાલનપુર દ્રારા ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ત્રિ-દિવસીય કાર્યક્ર્મ યોજાશે. જેમાં પ્રથમ દિવસે અમૃત મહોત્સવ અંતર્ગત ફોટો પ્રદર્શનનું ઉદઘાટન સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી એ જણાવ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન છેવાડાના માનવી સુધી પહોંચાડી તેમના દિલમાં દેશભાવનાને જાગૃત કરવાનો એક પ્રયાસ છે. આ પ્રયાસને આપણે સૌએ ભેગા મળીને સફળ બનાવીએ અને આઝાદીના અમૃત વર્ષમાં આપણો આ સ્વાતંત્ર દિન ઘર ઘર તિરંગો લહેરાવીને અમૃત મહોત્સવ ઉજવીએ.યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગૃત થાય આ અભિયાનનો ઉદ્દેશ્ય છે. આપણો આ ૭૫મો સ્વાતંત્ર દિન દેશના દરેક ઘરે ઉજવાય તે આશયથી હર ઘર તિરંગા અભિયાન સાથે યુવાનો અને બાળકો ખાસ જોડાય તેવી ભાવના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્લાસ્ટિક પ્રતિબંધ માટે કાપડની બેગનું વિતરણ અને એક નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ‘હર ઘર તિરંગા’ અંતર્ગત શાળા કોલેજોમાં ચિત્ર સ્પર્ધાઓ, દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાના વિજેતા બાળકોને મહાનુભવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેર અગ્રણી શ્રી સિધ્ધાર્થભાઇ પટેલ, મહિલા બાળ વિકાસ અધિકારીશ્રી દિપેનભાઇ પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી મેઘાબેન ગોસ્વામી, સમાજ સુરક્ષા અધિકારીશ્રી મહેશભાઇ પટેલ, કેંદ્રિય માહિતી અને પ્રસારણ વિભાગ પાલનપુરના જે.ડી. ચૌધરી અને મોટી સંખ્યામાં યુવાનો અને વિધાર્થિઓ ઉપસ્થિત રહી નશામુક્તિના શપથ લીધા હતા.

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.