રાજકોટ ખાતે તિરંગા યાત્રા શરૂ કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તિરંગા યાત્રાના આયોજન થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં હર ઘર તિરંગા' કાર્યકમનું આજે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 'હર ઘર તિરંગા' કાર્યકમનું શરૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટીલ પણ ઉપસ્થીત રહ્યા છે. બહુમાળી ભવન ચોકથી શરૂ થનારી તિરંગા યાત્રા બે કિલોમીટરનું અંતર કાપીને રાષ્ટ્રીય શાળા પૂરી થશે.અને યાત્રામાં ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સી આર પાટીલ પણ તિરંગો લેહારાવતા જોવા મળ્યા છે.આ યાત્રામાં બાઈક રેલી પણ કરવામાં આવી હતી. આ યાત્રામાં વિદ્યાર્થી દ્વારા ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રામાં અલગ અલગ યુનિવર્સીટીના અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા છે.
તિરંગા યાત્રા દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમજ શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા શુક્રવારે સવારે આઠ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી તિરંગા યાત્રાના રૂટ પર વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. યાત્રા દરમિયાન 1 ડીસીપી, 8 એસીપી, 22 પીઆઈ સહિતના 1626 જવાનનો બંદોબસ્ત રહેશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.