લલન કુમારે કહ્યું- BJPએ તેજસ્વીને 4 દિવસ રોકાઈ જવા કહ્યું હતું, આરસીપી સિંહને પણ લીધા સાણસામાં
- 'અમને આવકવેરા વિભાગ, ઈડી, સીબીઆઈનો કોઈ ડર નથી, અમે કોઈ કંપની નથી ચલાવી રહ્યા'નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવારબિહારમાં ભાજપ અને જેડીયુના ગઠબંધનમાં ભંગાણ બાદ ફરી એક વખત મહાગઠબંધનની સરકાર બની છે. નીતીશ કુમારના શપથ ગ્રહણ બાદ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે આરસીપી સિંહ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા છે. નીતીશ કુમારના ભાજપ સાથેનું ગઠબંધન તોડવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતાં લલન સિંહે કહ્યું કે, જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી સૌ કોઈ ખુશ છે. 2020માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને અમારા લોકોએ ભાજપને જીતાડ્યું હતું અને તેમણે જ અમને હરાવ્યા છે. તેઓ ગઠબંધન ધર્મનું પાલન નથી કરતા. અરૂણાચલ પ્રદેશમાં 6 ધારાસભ્યોને ફોડી લીધા. લલન સિંહે ભાજપ પર નિશાન સાધીને કહ્યું કે, 2019માં તમારે વડાપ્રધાન બનવું હતું તો કોઈ ગરબડ ન થઈ પરંતુ 2020માં ષડયંત્ર શરૂ થઈ ગયું. નીતીશજીએ જેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા તેમને ભાજપે પોતાની ટીમમાં કરી લીધા. લોજપામાં એવા લોકોને ટિકિટ આપવામાં આવી જે ભાજપની સાથે હતા. સૌ ચૂંટણી હારી ગયા અને ભાજપમાં પાછા આવી ગયા. RJDને 3-4 દિવસ રોકાવા કહ્યુંલલન સિંહે ભાજપના નેતાઓ પર આક્ષેપ કરતાં કહ્યું કે, તેમણે આરજેડીના નેતાઓને ફોન કરીને કહ્યું કે, તમે આગળ વધી શકો છો પરંતુ 3-4 દિવસ રહી જાઓ. ભાજપે તેજસ્વી યાદવને થોડો સમય રાહ જોવા માટે કહ્યું. રાષ્ટ્રીય જનતા દળના નેતાઓને ફોનમાં નીતીશ કુમાર સાથે ગઠબંધન ન કરવા માટે કહેવામાં આવ્યું.નીતીશ કુમારને બળજબરીથી CM બનાવાયાજેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે જણાવ્યું કે, નીતીશ કુમાર મુખ્યમંત્રી બનવા નહોતા ઈચ્છતા પરંતુ તેમને બળજબરીથી CM બનાવાયા. ત્યાર બાદ ભાજપના અમુક નેતાઓ તેમના વિરૂદ્ધ ફાવે તેમ નિવેદનો આપતા રહ્યા. આ પણ વાંચો : અમિત શાહે 2 દિવસ પહેલા જ નીતીશ કુમાર સાથે વાત કરી હતી, એમણે કદી ફરિયાદ ન કરીઃ સુશીલ મોદીવધુમાં કહ્યું કે, 2015માં નીતીશ કુમાર મહાગઠબંધનમાં જીત્યા હતા અને 2017માં જ્યારે NDAમાં ગયા ત્યારે જનમતનું અપમાન ન થયું પરંતુ આજે જનમતનું અપમાન થયું છે. મોંઘવારી વધી રહી છે. બેરોજગારી વધી રહી છે, 3 લાખ લોકોએ સેનાની પરીક્ષા પાસ કરી પરંતુ તેમને નિયુક્તિ પત્ર નથી મળ્યા. આજે અગ્નિવીરને 4 વર્ષ માટે લેશે પછી ભવિષ્યમાં તેઓ શું કરશે. બિહારે આજે જે પણ વિકાસ કર્યો છે તે નીતીશ કુમારના કારણે થયો છે. આરસીપી સિંહ પર પ્રહારોલલન સિંહે જણાવ્યું કે, નીતીશ કુમારે આરસીપી સિંહ પર આંખ મીંચીને વિશ્વાસ કર્યો પરંતુ તેમણે પીઠમાં ખંજર મારવાનું કામ કર્યું છે. સુશીલ મોદી અંગે કશું નહીં બોલે, તેમને સજા મળી ગઈ છે. રવિશંકર પ્રસાદ આજકાલ બેરોજગાર છે. સંજય જાયસવાલ શું કહેશે? ગઠબંધન ધર્મનું અપમાન તો તેમણે કર્યું છે. અમને IT, ED, CBIનો ડર નથીલલન સિંહે આગળ કહ્યું કે, નીતીશ કુમારે જેટલું સહન કરવાનું હતું તેટલું કર્યું. નીતીશ કદી પણ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નહોતા. અમારા ધારાસભ્યોને કોઈ તોડી નહીં શકે. અમને આવકવેરા વિભાગ, ઈડી, સીબીઆઈનો કોઈ ડર નથી. અમે કોઈ કંપની નથી ચલાવી રહ્યા. તેઓ 2024 સુધી વડાપ્રધાન રહેશે કે નહીં તે અંગે શંકા છે કારણ કે બંગાળ અને બિહાર તેમનો સાથ નથી આપી રહ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.