તારૂ સગપણ જ્યાં થશે ત્યાં ફોન કરી તને બદનામ કરી દઈશ' યુવતીને બ્લેકમેઇલ કરતો પ્રેમી - At This Time

તારૂ સગપણ જ્યાં થશે ત્યાં ફોન કરી તને બદનામ કરી દઈશ’ યુવતીને બ્લેકમેઇલ કરતો પ્રેમી


અમદાવાદ ,તા. 10 ઓગસ્ટ, બુધવાર યુવતીને ત્રાસ આપી સબંધ રાખવા બળજબરી કરતા પૂર્વ પ્રેમી વિરૂધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી ફરિયાદી પર હક જમાવટ હોઈ યુવતી જૂનાગઢ છોડી અમદાવાદમાં આવી પણ પ્રેમી અહીંયા પણ પહોંચી ગયો હતો. યુવતીએ સબંધો કાપી નાખ્યા બાદ માતા પિતાએ પુત્રીનું સગપણ કરવાંનું નક્કી કર્યું હતું. આ બાબતે જાણ થતાં આરોપીએ યુવતીને તારૂ સગપણ જ્યાં થશે ત્યાં ફોન કરી તને બદનામ કરી દઈશ' તેવી ધમકી આપી હતી. સોલા વિસ્તારમાં રહેતી યુવતીએ જૂનાગઢના કેતન રાજપરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ દસ વર્ષ અગાઉ યુવતી આરોપીના સંપર્કમાં આવી હતી. બન્ને વચ્ચે સારી મિત્રતા થઈ તેમજ પરિવારી સબંધો હતા. દરમિયાન કેતન અને યુવતી વચ્ચે પ્રેમ સબંધો બંધાતા 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. આ દરમિયાન કેતન યુવતી પર હક્ક જમાવતો તેમજ મારઝૂડ કરી ફિઝીકલી એસોલ્ટ કરતો હતો. આ બધાથી તંગ આવી યુવતી જૂનાગઢ છોડી અમદાવાદ આવી ગયો હતો. આરોપી યુવતીને સબંધ રાખવા દબાણ કરતો હતો. ફોન પર ચેત કરવા અને વાતો કરવા દબાણ કરતો હતો. આરોપીથી ત્રસ્ત યુવતીએ સબંધ કાપી નાખ્યા બાદ પુત્રીનું સગપણ શોધવા માતા પિતાએ પ્રયાસ કર્યા હતા. દરમિયાન આરોપીએ ધાકધમકી આપી હેરાનગતિ શરૂ કરી હતી. બનાવ અંગે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.