બોટાદ ની મનમંદિર સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણી - At This Time

બોટાદ ની મનમંદિર સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણી


બોટાદ ની મનમંદિર સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણી
આજ રોજ તા. ૧૦/૦૮/૨૦૨૨ ને બુધવારના રોજ શ્રી વિવેક એજ્યુ. ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત મનમંદિર સ્કૂલ બોટાદ ખાતે શાળાના બાળકો દ્વારા ‘રક્ષાબંધન’ પર્વની ઉજવણી કરવામાં આવી તેમજ શાળામાં ‘રક્ષાબંધન’ પર્વ નિમિતે રાખડી સ્પર્ધા,રંગોળી સ્પર્ધા અને થાળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી સુમણીયા રમેશભાઇ જે. તથા શાળાના ટ્રસ્ટીશ્રી ચૌહાણ પ્રકાશભાઇ કે. તથા શાળાના શિક્ષકો દ્વારા સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દરેક શિક્ષક મિત્રોએ મહત્વનો ફાળો આપ્યો હતો.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.