“હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે ડભોઈ શહેર ભા.જ.પા.દ્વારા રેલીનું આયોજન " - At This Time

“હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે ડભોઈ શહેર ભા.જ.પા.દ્વારા રેલીનું આયોજન “


રિપોર્ટ - નિમેષ સોની, ડભોઈ

દેશભરમાં આઝાદીના ૭૫ - મા વર્ષની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે ' આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત “ હર ઘર તિરંગા ” અભિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરીકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા શુભ આશય સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડભોઇ - દભૉવતિ નગરી ખાતે ડભોઈ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડભોઇ - દભૉવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેજા હેઠળ “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. જે રેલી ડભોઇ કોમર્સ કોલેજ થી શરૂ થઈ આંબેડકર ચોક, વડોદરી ભાગોળ ,સ્ટેશન રોડ, પટેલ વાગા, ટાવર ચોક થઈ વડોદરા ભાગોળે પૂર્ણ કરવામાં આવી હતી.
દેશપ્રેમ વધે તે હેતુથી ''હર ઘર તિરંગા'' અભિયાનમાં નાગરિકોને ભાગીદાર બનવા સમગ્ર દેશ થનગની રહ્યો છે. તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે અને દેશનું ગૌરવ વધારશે.
આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી ડૉ.બી.જે. બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન ભાઈ પટેલ ( વકીલ ), ડભોઈ શહેર ભા.જ.પા. પ્રમુખ ડૉ.સંદિપભાઈ શાહ, અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો, નગરજનો, અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon