ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતીશ કુમારે CM પદેથી આપ્યુ રાજીનામુ
- નીતીશ કુમારે 160 ધારાસભ્યો સાથે નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છેપટના, તા. 09 ઓગષ્ટ 2022, મંગળવારબિહારના CM નીતીશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. NDAથી અલગ થયા બાદ નીતીશ કુમારે મહાગઠબંધન સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ તેઓ રાજ્યપાલને રાજીનામું સૌંપવા માટે રાજભવન પહોંચ્યા હતા. મંગળવારે મહાગઠબંધનની બેઠકમાં નીતિશ કુમારને સમર્થમ આપ્યા બાદથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, નીતિશ કુમાર NDAથી અલગ થઈ જશે. પાર્ટીના ધારાસભ્યયો અને સાંસદોની બેઠક બાદ JDUએ NDAથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેનું ઔપચારિક એલાન હજુ પણ બાકી છે. આ ઘટના બાદ નીતીશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણને રાજીનામું આપવા પહોંચ્યા હતા. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, કોઈ પણ સમયે નીતીશ કુમાર પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી શકે છે. અંતે રાજીનામું સોંપતાની સાથે જ બિહારમાં નવી સરકારના ગઠનનો રસ્તો સાફ થઈ ગયો છે. નીતીશ કુમારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી CM પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે 160 ધારાસભ્યો સાથે નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેઓ મહાગઠબંધન સાથે બિહારમાં નવી સરકાર બનાવા જઈ રહ્યા છે. રાજભવનમાંથી બહાર આવતા જ નીતીશ કુમારે મીડિયાકર્મીઓને કહ્યું કે, તેઓ હવે NDA ગઠબંધનમાંથી બહાર આવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, પાર્ટીના બધા સાંસદો અને ધારાસભ્યો ઈચ્છતા હતા કે, NDA ગઠબંધન તોડવામાં આવે. આ પાર્ટીનો નિર્ણય છે. વધુ વાંચો : બાવીસ વર્ષમાં સાત વખત મુખ્યમંત્રી બન્યા અને હવે આઠમી વાર પણ બનશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.