લમ્પી વાયરસ ઇફેક્ટ: વડોદરા જિલ્લામાં પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ
વડોદરા,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારરાજ્યમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસે વહીવટી તંત્ર અને પશુપાલકોની ઊંઘ ઉડાડી દીધી છે ત્યારે રોગચાળાને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ વાયરસને કારણે અનેક પશુઓનો ભોગ લેવાઈ રહ્યો છે. જ્યારે મોટાભાગના પશુઓ સારવારથી સાજા પણ થઈ રહ્યા છે.વડોદરા જિલ્લામાં લમ્પીના 57 એક્ટિવેટ કેસવડોદરા જિલ્લામાં હાલમાં લમ્પી વાયરસના 57 કેસો એક્ટિવેટ છે તેમજ વડોદરા જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા દરેક તાલુકામાં વેબસિનેશનનું કામ ચાલી રહ્યું છે. 1.10 લાખ ઢોરો પૈકી સરકારી ગાઈડલાઈન મુજબના 10,000 થી વધુ ઢોરોને વેક્સિન આપી દેવામાં આવી છે. જ્યારે બરોડા ડેરી તેમજ અન્ય સંસ્થાઓ સાથે સારવાર અને વ્યક્તિ કામ ચાલી રહ્યું છે.વડોદરા જિલ્લામાં પશુઓની હેરાફેરી પર પ્રતિબંધલમ્પી વાયરસના કેશો અટકાવવા માટે વડોદરા જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, એક તાલુકામાંથી બીજા તાલુકામાં અને એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરાફેરી પર આગામી તા 6 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.પશુઓના મેળા, વેપાર, પ્રદર્શન અને પશુ સાથેની રમતો બંધલમ્પી વાયરસએ પશુઓનો સ્કીન ડીસીઝ છે. પશુના શરીર પર ચોટેલી ઈતરડી, માખી કે મચ્છરથી આ રોગનું સંક્રમણ બીજા પશુમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. જેથી, આ રોગને અટકાવવા વડોદરા જિલ્લાના વહીવટી તંત્રએ પશુઓના મેળા તેમજ પશુ સાથેની રમતો જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે.પશુઓના મૃતદેહનો નિકાલ જાહેરમાં ન કરવો, છુટા રાખવાજાહેરનામામાં આદેશ અપાયો છે કે, ચેપી રોગથી મૃત્યુ પામ્યા હોય કે અન્ય પશુના મૃતદેહને જાહેર સ્થળે નિકાલ કરવો નહીં તેમજ પશુના કોઈ અંગ પણ જાહેર સ્થળે ફેંકવા નહીં. પશુપાલકોએ બને તો પશુઓને અલગ અલગ રાખવા. જેથી સંક્રમણનો વ્યાપ ઘટે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.