UM ના દુકાનદારને સ્ટેશનરીની એજન્સીના નામે ભેજાબાજોએ રૂ. 3.65 લાખ પડાવ્યા
- ઓનલાઇન માહિતી ભરતા મેઇલ અને કોલ આવ્યોઃ ડિપોઝીટ અને ઓર્ડર તથા જીએસટી નામે રકમ ટ્રાન્સફર કરાવીસુરતઉધના-મગદલ્લા રોડની સાંઇ ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરીના માલિકે આઇટીસી લિમિટેડની એજન્સી માટે ઓનલાઇન ભરેલી માહિતીનો ગેરલાભ લઇ ભેજાબાજોએ ડિપોઝીટ અને માલના ઓર્ડરના નામે રૂ. 3.65 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ ખટોદરા પોલીસમાં નોંધાય છે. ઉધના-મગદલ્લા રોડ સ્થિત ન્યુ આર્શીવાદ સ્કેવરમાં સાંઇ ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી ચલાવતા વિકાસ હસમુખ પટેલ (ઉ.વ. 27 રહે. પુષ્પાનગર, જીવન જ્યોત સિનેમા પાસે, ભાઠેના) એ આઇટીસી લિમિટેડની સ્ટેશનરીની એજન્સી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યુ હતું. રજીસ્ટ્રેશન કર્યા બાદ સૌરભ અને સુરેશ ત્રિપાઠી નામની વ્યક્તિએ કોલ કર્યો હતો. સૌરભે મેઇલમાં જણાવેલી માહિતી આપવા અને સુરેશે સિક્યોરીટી ડીપોઝીટના નામે રૂ. 25 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. ઓનલાઇન રકમ ટ્રાન્સફર થતા વેંત આઇટીસી લિમીટેડ કંપનીનું સર્ટીફીકેટ વિકાસને મોકલવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અલગ-અલગ પ્રોડક્ટ બુકીંગ માટે રૂ. 2.50 લાખ અને જીએસટી પેટે રૂ. 90 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. પાંચ-સાત દિવસમાં માલની ડિલીવરીનો વાયદો કર્યો હતો પરંતુ સમયસર ડિલીવરી મળી ન હતી. વિકાસે તપાસ કરતા વધુ પેમેન્ટની માંગણી કરતા શંકા ગઇ હતી. જેથી વિકાસે પોતાની કોટક મહિન્દ્રા બેંકમાં તપાસ કરતા પ્રવેશ નિશદ અને શ્યામ રમેશ ચલવાડીના એકાઉન્ટમાં પેમન્ટ ટ્રાન્સફર કરાવી ભેજાબાજોએ ઠગાઇ કર્યાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.