સાયલાના સોખડા ગામે "પ્રાકૃતિક ખેતી તરફ પાછો વળો" વિષય પર ખેડૂતો માટેની તાલીમ યોજાઈ - At This Time

સાયલાના સોખડા ગામે “પ્રાકૃતિક ખેતી તરફ પાછો વળો” વિષય પર ખેડૂતો માટેની તાલીમ યોજાઈ


સાયલા તાલુકાના સોખડા મુકામે ગુજરાત ઇકોલોજી કમિશન, ગુજરાત સરકાર, ગાંધીનગર, વન અને પર્યાવરણ વિભાગ, શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ચોટિલા અને આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર ના સયુંકત ઉપક્રમે ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય *ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે અને પ્રકૃતિક ખેતી કરતા થાય* તે માટે ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. આ તાલીમમાં સફળ પ્રાકૃતિક ખેતીના વિડિયો બતાવી તેની ચર્ચા કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. તાલીમ કાર્યક્રમમાં વિષય નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવા, ગાય આધારિત ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટ કર્મચારીઓ, આત્મા કાર્યક્રમના ખેડૂત મિત્રો, ગામ આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. આવનાર નજીકના સમયમાં સાયલા તાલુકાના બીજા પાંચ ગામોમાં પ્રાકૃતિક ખેતી માટેની આવી તાલીમો યોજાનાર છે એવી જાણકારી તાલીમ સહ સંયોજક જીજ્ઞેશકુમાર પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આત્માના પ્રોજેક્ટના સાયલા ના એ.ટી.એમ.જગદીશભાઈ અને જયંતીભાઈ હાજરી આપી હતી

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.