વિવિધતામાં એકતા: કેરળના બે મુસ્લિમ વિદ્યાર્થીઓ રામાયણ પર ઓનલાઈન ક્વિઝ જીત્યા - At This Time

વિવિધતામાં એકતા: કેરળના બે મુસ્લિમ વિદ્યાર્થીઓ રામાયણ પર ઓનલાઈન ક્વિઝ જીત્યા


સીકર, તા. 08 ઓગષ્ટ 2022, સોમવારહિન્દુસ્તાન એક એવી જગ્યા છે જયાં વિવિધતામાં એકતા જોવા મળે છે. અહીં સદીઓથી અનેક ધર્મો અને સંપ્રદાયોના લોકો સાથે રહે છે. જો કે, રાજકારણના કારણે ધર્માંધતા જોવા મળતી રહે છે પરંતુ અહીં રહેતા લોકોએ ક્યારેય એકતાનો દોર તૂટવા દીધો નથી. સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચારમાં જોઈ શકાય છે કે બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ રામાયણ પરની ક્વિઝ જીતી લીધી છે. સોશિયલ મીડિયા પર તેની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.ઉત્તરી કેરળ જિલ્લાના વાલાનચેરીમાં KKSM ઈસ્લામિક અને આર્ટસ કૉલેજમાં આઠ વર્ષના અભ્યાસક્રમ (વફી પ્રોગ્રામ)ના અનુક્રમે પાંચમા અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ બાસિત અને ઝાબીર ગયા મહિને યોજાયેલી ક્વિઝના પાંચ વિજેતાઓમાંથી હતા. રામાયણ ક્વિઝમાં ઈસ્લામિક કોલેજના વિદ્યાર્થીઓની જીતે મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આ બંનેના જીતની ખબર પડતા જ લોકોએ શુભકામનાનો વરસાદ કરી દીધો હતો.કેરલ પબ્લિશિંગ ગાઉસે જેવુ મોહમ્મદ ઝાબિર પીકે અને મોહમ્મદ બસીથ એમને વિજેતા ઘોષિત કર્યા તો લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ પડ્યો હતો. આ ક્વિઝ સ્પર્ધામાં 1000થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને જૂલાઈ-ઓગસ્ટની વચ્ચે આયોજીત કરી હતી. મોહમ્મદ બાસિતને રામાયણની ઘણી ચોપાઈઓ કંઠસ્થ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સૌથી પસંદગીની ચોપાઈ કઈ છે તો તેણે અયોધ્યા કાંડની ચોપાઈ સૌથી વધારે ફેવરિટ હોવાનું જણાવ્યું હતું.સોશિયલ મીડિયા પર લગભગ 82 હજારથી વધુ લાઈક્સ જોવા મળી છે. આ પોસ્ટ પર અનેક લોકોએ કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, ખરેખર આ બે બાળકોએ સાબિત કર્યું કે જ્ઞાન ગમે ત્યાંથી લઈ શકાય છે. અન્ય એક યુઝરે લખ્યું કે - આ અમારું સાચું હિન્દુસ્તાન છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.