ગ્રામ પંચાયત મંત્રીની બદલે રેવન્યુ તલાટી મંત્રીને અધિકૃત કરતા જુનાગઢ જીલ્લા કલેકટરે પરિપત્ર કર્યો જાહેર
હાલ ગુજરાત રાજ્યમા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીઓ તા.૨/૮/૨૦૨૨ થી અચોકકસ મુદત સુધી હડતાલ પર હોય જેથી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓમાં જરૂરી એવા આવકના દાખલાની જરૂરીયાત રહતી હોવાથી હાલ આવકના દાખલા સાથે જરૂરી પંચરોજકામ તેમજ ઈ—ગ્રામ સેન્ટર મારફત આવકના દાખલા આપવાનું બંધ થયેલ છે આમ, ગ્રામ્ય વિસ્તારના નાગરીકોને આ બાબતે ખુબજ મુશ્કેલી પડે છે. જેને લઈ પ્રજાજનોને કોઈ અગવડતા ભોગવવી ન પડે અને સરળતા રહે તે માટે આવકના દાખલા તાલુકા કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી મારફત આપવાના રહેશે આ માટે જરૂરી પંચરોજકામ કરી આપવા માટે ગ્રામ પંચાયત મંત્રીની બદલે રેવન્યુ તલાટી મંત્રીને ઉપરોકત હડતાલ પૂર્ણ ન થાય ત્યાં સુધી અધિકૃત કરવામાં આવે છે. તેવી યાદી જૂનાગઢ જીલ્લા કલેકટર રચિત રાજ દ્વારા લેખિતમાં પરિપત્ર કર્યો જાહેર
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.