વડોદરા: વડોદરા શહેરના 100થી વધુ જગ્યાએ ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાયો: આરોગ્ય વિભાગની તાકીદ - At This Time

વડોદરા: વડોદરા શહેરના 100થી વધુ જગ્યાએ ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાયો: આરોગ્ય વિભાગની તાકીદ


વડોદરા,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા શહેરમાં વક્રરતા રોગચાળા પૈકી વિવિધ પ્રકારના રોગ અંતર્ગત કેટલાક રોગ પાણીના કારણે થાય છે. આ રોગમાં ગંદુ પાણી પીવાથી તે રોગ વધારે ન પ્રસરે તે માટે  કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એમને ધ્યાનમાં આવતી ફરિયાદના આધારે એન્જિનિયરિંગ વિભાગને જાણ કરવામાં આવતી હોય છે. વર્તમાન ચોમાસામાં જ આરોગ્ય વિભાગને જે વિવિધ જગ્યાએ પાણી અંગેની 100થી વધુ જગ્યા ની  એન્જિનિયરિંગ વિભાગને જાણ કરી હતી. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીમાં થતું ડ્રેનેજના પાણીનું મિશ્રણ અટકાવવાની તાકીદ કરાઈ હતી.ચોમાસાની સિઝનમાં શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ગંદા પાણીની વ્યાપક ઉઠી છે. આ વચ્ચે શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ ગંદા પાણીની ફરિયાદ વચ્ચે અહીં કેટલાક વિસ્તારમાં ક્લોરીન વિનાનું પાણી વિતરણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટનું માનીએ તો કેટલાક વિસ્તારમાં વિતરણ થઈ રહેલા પીવાના પાણીમાં સુવેઝનું કોન્ટમીનેશન પણ જણાઈ આવ્યું છે.   જે તે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો જોવા મળે ત્યારે એના આધારે આરોગ્ય વિભાગ આ અંગેની જાણ એન્જિનિયરિંગ વિભાગને કરે છે. અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર આની વિગતવાર માહિતી વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરને આપે છે. જેથી ડેપ્યુટી એન્જિનિયરે આ અંગેની જરૂરી તપાસ કરી જે તે વિસ્તારમાં ડ્રેનેજનું મિશ્રણવાળું પાણી આવતું હોય તો અસરગ્રસ્ત વિસ્તારમાં તપાસ કરી પીવાના પાણીમાં ડ્રેનેજનું ભંગાણની તપાસ કરી પાણી કયા કારણોસર મિશ્રિત થાય છે? તેની તપાસ કરવા સાથે તેનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ કરવાનો હોય છે. જાણવા મળ્યા મુજબ, સૌપ્રથમ જે વિસ્તારમાં વધુ પાણીજન્ય રોગની ફરિયાદ આવે તેના આધારે આરોગ્ય વિભાગ એન્જિનિયરિંગ વિભાગના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક સૂચના આપે છે. જો તેમ છતાં પણ યોગ્ય સમય મર્યાદામાં આ કામ ન થાય તો તેની લેખિત સુચના આપવામાં આવે છે. ચાલુ ચોમાસામાં જ આરોગ્ય વિભાગે એન્જિનિયરિંગને વિવિધ પ્રકારના મિશ્રિત પાણી અંગે 100થી વધુ જગ્યામાં લેખિત અને મૌખિક જાણ કરી છે કે જ્યાં ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે અને દુરસ્તની જરૂરિયાત હોય. સમયાંતરે આરોગ્ય વિભાગે જ્યારે ઝાડા ઊલટીના કેસ જેમાં પાણીજન્ય રોગચાળાની સંભાવના હોય ત્યારે, પીએચસી દ્વારા રોજના પાણીના સેમ્પલનું ટેસ્ટિંગ થાય એમાં જે વિસ્તારમાં કોન્ટમીનેશન જણાય ત્યારે, સર્વે દરમિયાન વારંવાર કોઈ ચોક્કસ વિસ્તારમાં રેસીડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ નેગેટીવ આવે ત્યારે તથા મીડિયા માધ્યમથી ગંદા પાણીની લગતી અથવા પાણીજન્ય રોગચાળાને લગતા અહેવાલ પ્રકાશિત થાય ત્યારે આ અંગેની જાણ એન્જિનિયરિંગ વિભાગને કરાતી હોય છે.કયા કયા વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણી મળ્યું? શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરાતા પાણીમાં ડ્રેનેજનું ભેળસેળ જણાઈ આવ્યું હતું. જેમાં હાલ સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં તેની ગંભીર અસર જોવા મળી રહી છે. આજવા રોડ જય મહાકાળી સોસાયટી બી, અમરદીપ બંગ્લોઝ, કાશીબા નગર, સાનિધ્ય ટાઉનશીપ, સરદાર એસ્ટેટ પાછળ લકુલેશ નગર 2, બાપોદ વાઘોડિયા રોડ શ્રીજી કૃપા સોસાયટી, કિશનવાડી પોલીસ ચોકી પાસે આવેલ ગણેશ ચોક, જલારામ ચોક, શ્રીકૃષ્ણ મહોલ્લો સહિતના જગ્યાએ લેવામાં આવેલા પાણીના નમૂના ફેલ થયા છે. આ વિસ્તારમાં વિતરણ થતાં પાણીમાં સુવેઝનું કોન્ટમીનેશન જણાઈ આવ્યું છે અને તેમાં રેસી ક્લોરીનની માત્રા શૂન્ય મળી છે. જેથી અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ભંગાણ ડ્રેનેજ લાઈનનું મરામત થવું લોકહિતમાં અનિવાર્ય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.